News

નવી બનેલી મોદી સરકારે ખુદ સ્વીકાર્યું કે હાલ બેરોજગારીનો દર સૌથી ઉંચો છે,જાણો વિગતે

લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે સરકાર બનાવ્યા બાદ તમને જણાવી દઈએ કે મોદીની સરકારે ખુદ સ્વીકાર્યું છે કે આટલા સમયમાં બેરોજગારીનો દર સૌથી ઉંચો છે.

ચૂંટણી પહેલાં જેની ખુબ જ ચર્ચા થઈ હતી એ બેરોજગારીના રાષ્ટ્રીય આંકડાઓ આખરે નવી બનેલ મોદી સરકારે શુક્રવારે જાહેર કરી દીધા છે. મંત્રીમંડળની રચના પછી તરત બીજા જ દિવસે શ્રમ મંત્રાલયે જાહેર કરેલ વિગતો મુજબ, દેશમાં 2017-18માં બેરોજગારીનો દર 6.1 % જેટલો હતો, જે આંકડો છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી ઉંચો છે. તમને જણાવી દઈએ કે આ આંકડા ચૂંટણી પહેલાં જ નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના લિક થયેલ રિપોર્ટના આધારે માધ્યમોમાં પ્રકાશિત થઇ ગયા હતા પરંતુ ત્યારે સરકારે આ વાતનો ઈનકાર કર્યો હતો.ઉલ્લેખનીય છે કે અગાઉ 1972-73માં બેરોજગારી દરનો આંકડો આ જ હતો.

આ રિપોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ રીપોર્ટ છે. આ રીપોર્ટ જુલાઈ 2017થી જૂન 2018ની વચ્ચે એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે.તમને જણાવી દઈએ કે આ નોટબંધી પછીનું પ્રથમ ઓફિશિયલ સર્વે છે. સરકાર પર આ રિપોર્ટ દબાવવાનો આરોપ લગાવતા રાષ્ટ્રીય સાંખ્યિકી આયોગના કાર્યકારી અધ્યક્ષ સહિત બે સભ્યોએ જાન્યુઆરીમાં રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે રિપોર્ટને આયોગની મંજૂરી મળ્યા બાદ પણ સરકાર જાહેર કરી રહી નથી. આ રિપોર્ટ ડિસેમ્બર 2018માં જાહેર કરવામાં આવનાર હતો.

ઉલ્લેખનીય છે કે એનએસએસઓના રિપોર્ટ આધારિત 2017-18માં બેરોજગારીનો દર ગ્રામણી ક્ષેત્રમાં 5.3 ટકા અને શહેરી ક્ષેત્રમાં સૌથી વધુ 7.8 ટકા જેટલો રહ્યો હતો. પુરુષોની બેરોજગારીનો દર 6.2 ટકા રહ્યો હતો જયારે મહિલાઓનો બેરોજગારી દર 5.7 ટકા રહ્યો હતો. તેમાં યુવાઓ સૌથી વધુ બેરોજગાર હતા, જેની સંખ્યા 13 ટકાથી વધુ 27 ટકા હતી. 2011-12માં બેરોજગારીનો દર 2.2 ટકા હતો જેટલો નીચો હતો.

Back to top button