BjpIndiaNarendra Modi

નવી બનેલી મોદી સરકારને અમેરિકા તરફથી પહેલો ઝટકો,વાંચો વિગતે

નવી બનેલી મોદીની ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે જીએસપી માંથી બહાર રાખવાની વાત કરી છે પરંતુ આ વાતને લઈને કેન્દ્રની સરકારને ઝટકો લાગે એવા ખરાબ સમાચાર છે.

જીએસપીને લઇ ને અમેરિકા એ કહ્યું છે કે તે ભારતને જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરેન્સીસ(જીએસપી)માંથી બહાર કરવાના નિર્ણયને પરત નહિ ખેચે.તમને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 માર્ચે ભારતને જીએસપીમાંથી બહાર કરવાની જાહેરાત કરી હતી. અને તેના માટે 60 દિવસનો નોટિસ પિરિયડ નક્કી કરવામાં આવ્યો હતો,ઉલ્લેખનીય છે કે એ સમય જે 3 મેના રોજ ખત્મ થઈ ચૂક્યો છે. અમેરિકા હવે કોઈ પણ સમયે નોટિફિકેશન બહાર પાડી શકે છે.

જીએસપી કાર્યક્રમમાં સામેલ વિકાસશીલ દેશોને અમેરિકામાં આયાત ચાર્જમાંથી છૂટ મળે છે. તમને જણાવી દઈએ કે આ અંતર્ગત ભારત લગભગ 2,000 વસ્તુઓ અમેરિકા મોકલે છે. આ ઉત્પાદનને અમેરિકામાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં 1-6 ટકા સુધીની છૂટનો ફાયદો મળે છે. ભારત 2017માં જીએસપી કાર્યક્રમ અંતર્ગત સૌથી વધુ લાભ મેળવતો દેશ હતો. મહત્વની વાત છે કે તેમાં અમેરિકામાં 5.7 અબજ ડોલરના આયાત કરની છૂટ મળી હતી.

અમેરિકાએ એવી દલીલ કરી છે કે ભારત તેનો ઘણો સામાન યુએસમાં આયાત કર વગર વેચે છે, પરંતુ ભારતમાં સામાન વેચવા માટે અમેરિકાને આયાત કર ચુકવવો પડે છે. અમેરિકાના અધિકારી એ જણાવ્યું છે કે ભારત સરકારની સાથે આ મુદ્દે વાતચીત કરવામાં આવશે. પણ અહી એ વાત તો નક્કી છે કે ભારતને જીએસપીમાંથી બહાર કરવાનું છે. હવે એ જોવાનું છે કે મોદી સરકારના નવી સરકારનો બીજા કાર્યકાળમાં કયો રસ્તો નીકળે છે.

Back to top button