BjpIndia

મોદી કેબિનેટમાં આ મહિલા છે સૌથી ધનવાન, જાણો મોદી અને શાહ કયા નંબરે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવગઠિત સરકારમાં કુલ 51 મંત્રી કરોડપતિ છે. તેમાં સૌથી વધુ અમીર એક મહિલા છે જે અકાલી દળની છે અને એમનું નામ હરસિમરત કૌર બાદલ છે, તમને જણાવી દઈએ કે એમની સંપત્તિ 217 કરોડ રૂપિયા છે. નેશનલ ઈલેક્શન વૉચ અને અસોશિયેશન ફોર ડેમોક્રેડીક રિફોર્મસને આ જાણકારી આપી છે. હરસિમરતના પછી બીજા નંબરે રાજ્યસભા સાંસદ પીયૂષ ગોયલની સંપત્તિ છે જે 95 કરોડ છે.અને ગુરુગ્રામથી નિર્વાચિત રાવ ઈન્દ્રજીતસિંહ ત્રીજા નંબરના ધનવાન મંત્રી છે અને તેમણે પોતાની 42 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.

તમને જણાવી દઈએ કે એ પછી ચૌથા નંબર પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરથી સાંસદ તરીકે ચૂંટાયેલા અમિત શાહ આવે છે. એમની જાહેર કરાયેલી સંપત્તિ 40 કરોડ રૂપિયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ લીસ્ટમાં છેક 46મા નંબર પર છે.જેમની પાસે રૂ. 2 કરોડની સંપત્તિ છે.ઉલ્લેખનીય છે કે અંદાજીત 10 મંત્રીઓ પાસે મોદીથી પણ ઓછી સંપત્તિ છે. જેમાં બીકાનેરથી સાંસદ અર્જુન રામ મેઘવાલ, મધ્યપ્રદેશના મોરનિયાથી સાંસદ બનેલા નરેન્દ્ર સિંહ તોમર પણ શામેલ છે. જેમને અંદાજીત બે કરોડ આસપાસની પોતાની સંપત્તિ જાહેર કરી હતી.

મુજફ્ફરનગરથી સાંસદ સંજીવ કુમાર બાલિયાન, અરુણાચલ પશ્ચિમથી સાંસદ કિરણ રિજીજૂ અને ઉત્તર પ્રદેશના ફતેહપુરથી સાંસદ સાધ્વી નિરંજન જ્યોતીએ પોતાની સંપત્તિ 1 કરોડની આસપાસ દર્શાવી છે. તમને જણાવી દઈએ કે જે મંત્રી કરોડપતિ નથી, તેમાં બંગાળની રાયગંજ બેઠકના સાંસદ દેવાશ્રી ચૌધરી છે જેમની સંપતિ ૬૧ લાખ છે., આસામથી ડિબ્રુગઢથી સાંસદ રામેશ્વર તેલી કે જેમની સંપત્તિ ૪૩ લાખ રૂપિયા છે, કેરળથી સાંસદ વી. મુરલીધરણ કે જેમની સંપત્તિ ૨૭ લાખ રૂપિયા છે, રાજસ્થાનના બાડમેરથી સાંસદ કૈલાશ ચૌધરી કે જેમની સંપત્તિ ૨૪ લાખ છે.અને તમને એ પણ જણાવી દઈએ કે ઓડિશાના બાલાસોરથી સાંસદ બનેલા પ્રતાપ ચંદ્ર સારંગી કે જેમની સંપત્તિ માત્ર ૧૩ લાખ નોધાવેલી છે.

Back to top button