GujaratIndiaStory

ટ્રેનમાં “મોદી” સ્ટાઈલથી રમકડાં વેચનારનો વિડીયો તમે જોયો હશે, એ ભાઈની હવે ધરપકડ થઈ

રેલવે પોલીસ ફોર્સે અવધેશ દૂબે નામના રમકડા વેચતાં સેલ્સમેનની ધરપકડ કરી છે. જે છેલ્લા થોડા દિવસથી પોતાની રમકડાં વેચવાની સ્ટાઇલ ને લીધે સોશિયલ મીડિયા પર છવાયેલો હતો. વારાણસીના રહેવાસી અવધેશ દૂબેએ ટ્રેનમાં રમકડાં વેચતી વખતે સોનિયા ગાંધીથી લઈને બરાક ઓબામા અને મોદી સહિતના નેતાઓની મિમિક્રી કરી હતી. તેનો વીડિયો સોશિયલ પર વાયરલ થયો.

RPFએ તેના પર ટ્રેનમાં ગેરકાયદેસર ઘૂસીને અવાજ કરવાનો અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા મામલે FIR દાખલ કરી છે.ગેરકાયદેસર રીતે વસ્તુઓ વેચવાનો પણ કેસ નોંધવામાં આવ્યો છે.  6 મિનિટના વીડિયોમાં અવધેશ પોતાની સ્ટાઈલથી લોકોને રમકડાં વેચે છે. અવધેશ ટ્રેનના કોઈ એસી કોચમાં રમકડાં વેચતો હતો ત્યારે જ તેનો વીડિયો કોઈએ રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો.

સોશિયલ મીડિયા પર રમકડાંવાળાના જોરદાર વખાણ થયા. વીડિયોમાં તેનું નામ પૂછવામાં આવતાં તેણે કહ્યું, અવધેશ દૂબે, દેખે નહીં 5-6 કો ઈધર હી લે ડૂબે. નામ મે હી પ્રોબ્લેમ હૈ હમારે. વારાણસીનો રહેવાસી અવધેશ બે વર્ષ પહેલા વલસાડ આવ્યો હતો. તેણે વાપી અને સુરત વચ્ચે ટ્રેનમાં રમકડાં વેચવાનું કામ શરૂ કર્યું. ધરપકડ બાદ તેને શુક્રવારે રેલવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે તેને 10 દિવસ માટે કસ્ટડીમાં મોકલ્યો છે.”

Back to top button