GujaratSurat

હજી 23 બાળકોનું 12મું પણ નથી પત્યું ત્યા સુરતની મહાનગરપાલિકા જલસા કરવા કરશે આવું…

સુરતમાં ટ્યુશન કલાસિસમાં આગની ઘટનામાં 23 બાળકોનાં મોત થયા છે. લોકો આજે પણ  દ્રશ્યો યાદ કરીને ધ્રુજી ઉઠે છે.આ ઘટનાને હજુ 10 દિવસ પણ નથી થયા. લોકોનો રોષ હજી ઠંડો નથી થયો. મૃતકોના ઘરે ઉતરક્રિયાની વિધિ પણ હજુ પૂરી નથી થઇ ત્યા ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-20 એન્ડ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે સુરતની મેયર ઇલેવન અને કમિશનર ઇલેવન મેચ રમવા માટે રાજકોટ જઈ રહ્યા છે.

સુરતની ઘટના બાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે મહાનગરપાલિકાએ ચેકિંગ શરૂ કર્યું છે અને એનઓસી આપવાની કામગીરીમાં તંત્ર પહોંચી શકે તેમ નથી. આવા સમયે તમામ મહાનગરપાલિકાના અધિકારીઓ મેચ માટે 8 દિવસ બગાડશે. ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-20 ડે એન્ડ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ 1 જૂનથી માધવરાય સિંધિયા ક્રિકેટ મેદાર રેસકોર્સ ખાતે શરૂ થઇ રહી છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદઘાટન થશે. ટૂર્નામેન્ટમાં રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર શહેરોની ટીમો ભાગ લેનાર છે. સુરતની ઘટનાને હજુ 10 દિવસ પણ થયા નથી આમ છતાં તમામ મહાનગરો ટીમ રાજકોટમાં મેચ રમવા માટે આવશે.

રાજકોટ કોર્પોરેશનના 80 અધિકારીઓને જવાબદારી:

રાજકોટ મહાનગરપાલિકાના યજમાનપદે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-20 ડે એન્ડ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના 80 અધિકારીઓને સાત મહાનગરપાલિકાની મેયર અને કમિશનર ઇલેવન મેચ રમવા માટે આવતી ટીમની સેવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. આમ સરકારી અધિકારીઓને જનતાની કઈ પડી જ નથી અને ફક્ત મનોરંજન માટે 8-8 દિવસ સુધી ક્રિકેટ મેચ રમીને આનંદ લેશે. જનતાએ હવે મત આપતી વખતે વિચારવું જોઈએ કે જેમને આપણે મત  આપીએ છીએ તેમને જનતાની ચિંતા છે કે નહીં.

Back to top button