Story

ટોયલેટના પાણી થી ઈડલી બનાવતો હતો વિડીયો થયો વાયરલ,જુઓ વિગતે

અત્યારે દરેક જગાએ ફાસ્ટ ફૂડ ખાવાની જાણે ફેશન બની ગઈ છે ગામડાઓમાં અને શહેરમાં જ્યાં ને ત્યાં ફાસ્ટફૂડ ની લારીઓ અને દુકાનોના રાફડા ફાટી નીકર્યા હોય એમ વધી ગયા છે.ફાસ્ટ ફૂડના ઘણી જગાએ ઘણા કિસ્સા સામે આવ્યા છે પણ આ વખતે એક વિચિત્ર જ કિસ્સો સામે આવ્યો છે.

અત્યારે ઠેર ઠેર સ્ટ્રીટફૂડની શુદ્ધતાને લઈને હંમેશાં સવાલ ઉઠાવવામાં આવે છે. જાહેર સ્થળો પર કે રસ્તા વચ્ચે ખુલ્લામાં ઉભા રહેતા ખોમચાવાળા કે લારીવાળાઓ તેની ખાદ્યસામગ્રીમાં વપરાતું પાણી ક્યાંથી લાવતા હશે તે જાણવાની ઈચ્છા ક્યારેય આપણને થતી નથી બસ ખાલી ખાવામાં જ ધ્યાન હોય છે. ક્યારેય વિચાર્યું છે એ સ્વાસ્થ્ય માટે કેવું છે?

રેલવે સ્ટેશન પર ગંદા પાણીથી બનાવાતા લીંબુ સરબતના વીડિયો બાદ વધુ એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન બહારનો છે. વીડિયોમાં એક ઈડલી વેચનાર ખોમચાવાળો સ્ટેશનના શૌચાલયનું ગંદુ પાણી કેનમાં ભરીને વાપરી રહ્યો છે. આ વાતની જાણકારી મળતા એક વ્યક્તિએ તેનો વીડિયો શૂટ કર્યો. અને જ્યારે તેને પૂછવામાં આવ્યુ કે તમે આ ટોયલેટનું પાણી શા માટે વાપરો છો. તો તેણે જવાબ આપતા કહ્યુ હતુ કે કેમ આ પાણીમાં શું ખરાબી છે. ત્યારે વીડિયો શૂટ કરનારે કહ્યુ કે ટોયલેટનું પાણી શું સારૂ હોય છે. તો તે કહે છે કે આ ટોયલેટ નથી. અને તે હડબડીમાં પાણીનું કેન ત્યાં જ ઠલવીને જતો રહે છે અને ઈડલીની લારીએ ઉભો રહી જાય છે. પરંતુ આ વીડિયો વાઈરલ થયા બાદ ઈડલીવાળાએ ધંધો બંધ કરી દીધો છે.

Back to top button