News

2 જૂન 2019નું રાશિફળ : મીન રાશિના જાતકોની જૂની સમસ્યા ઉકેલાશે,જાણો અન્ય રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે

મેષ રાશિ: આજે દરેક વ્યક્તિ સાથે વાત કરવા માટે ઉત્સુક રહેશો. પૈસા સાથે જોડાયેલું કામ પૂરું થશે. અટવાયેલું કામ પૂરું થશે.નોકરિયાતવર્ગ અને બિઝનેસ કરનાર સમજી વિચારીને બોલશે તો તેમને સફળતા મળશે. પરિવારના સંબંધોમાં સુધારો આવશે.  કોઈ કામને સરળ સમજવું નહીંતમારા માટે નિર્ણય કરવો મુશ્કેલ બનશે. તમે પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા છો તેવું અનુભવશો.

જૂની સમસ્યા હલ થશે. જીવનસાથીનો પ્રેમ મળશે.તમારી ભાવનાને વ્યક્ત કરવા માટે સારો સમય છે.બિઝનેસને લઈને ચિંતા રહેશે. ધીમે ધીમે બધુ ઠીક થઈ જશે. મિત્રોની મદદ મળશે. આગળ વધવાની તક મળશે.મૌસમી બીમારીથી મુશ્કેલી વધશે. ઈન્ફેક્શન થઈ શકે છે.

વૃષભ રાશિ:પાર્ટનર પાસેથી પ્રેમની અપેક્ષા રહેશે. મિત્ર સાથે સંબંધ મધુર બનશે. સંબંધો સારા બનશે. તમારા માટે દિવસ સામાન્ય રહેશે.મોટો નિર્ણય કરવા માટે સારો દિવસ નથી. મૂંઝવણ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે નહીં. પોતાની જાત ઉપર કાબૂ રાખવો. જીવનસાથી સાથેની ગેરસમજને દૂર કરવાની કોશિશ કરશો.

લવ લાઈફમાં સંભાળવું. સંબંધો બગડે નહીં તે જોવું.ધનલાભ થઈ શકે છે. દરેક વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નહીં. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.  સ્વાસ્થ્ય બગડી શકે છે.

મિથુન રાશિ: આજે તમે વધારે ઉત્સુક રહેશો. પૈસા સાથે જોડાયેલી બાબત ઉકેલાઈ જશે. લોકોની સલાહ મળી શકે છે. ખાસ વ્યક્તિઓ સાથે મનમાં રહેલી શંકા અંગે ચર્ચા કરી શકો છો.  કામ ઉપર ધ્યાન આપવું. કોઈ મોટું કામ પૂરું કરવામાં તમને પરેશાની થશે. ભાગદોડ રહેશે.  ધીરજ રાખવી. વાહનને સંભાળીને ચલાવવું. લવ લાઈફમાં ખુશીઓ મળશે. નવા લોકો સાથે સંબંધ બનશે.નોકરિયાતવર્ગે આજે સંભાળીને રહેવું. વિદ્યાર્થીઓને સફળતા મળશે.સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો છે.

કર્ક રાશિ:અચાનક લાભ ના યોગ છે.પૈસાની બાબતમાં તમારે ધ્યાન આપવું પડશે. આવકનો નવો સોર્સ મળશે. આત્મવિશ્વાસ વધશે.નોકરીમાં અધિકારી સાથે મતભેદ થઈ શકે છે. તમારું પ્લાનિંગ લોકો સામે જાહેર થઈ શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.જૂની વાતોને ભૂલી જવી. પેટની બીમારી થઈ શકે છે.

સિંહ રાશિ:આજે ચંદ્રમા ગોચર કુંડળીમાં કર્મ ભાવમાં રહેશે. મુશ્કેલી દૂર થશે. પોતાની મહત્વાકાંક્ષા ઉપર ધ્યાન આપવું. આજે જરૂરી કામ પૂરું કરવા મહેનત કરશો. ધીરજ રાખવી. મોટાભાગના લોકો તમારી વાત સાથે સહમત થશે નહીં.  સરળતાથી કોઈ કામ પૂરું નહીં થાય. ગુસ્સો ન કરવો.પાર્ટનરની દરેક વાત માનશો.પાર્ટનરનું સન્માન કરવું.

સંપત્તિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કામ થશે. વેપારીઓ માટે સમય સારો છે. વિદ્યાર્થીઓ માટે સમય નકારાત્મક છે.જૂની બીમારી પરેશાન કરી શકે છે.

કન્યા રાશિ: તમારું ધ્યાન બીજાની વાતો ઉપર વધારે રહેશે. આજે તમે ઘણા કામ પૂરા કરવાના મૂડમાં રહેશો. સ સારી તક તમને મળશે. પોતાના લક્ષ્ય અંગે વિચાર કરવો. મુશ્કેલ સ્થિતિ તમારી સામે આવી શકે છે. વાહનથી સંભાળવું. એક સમયે એક જગ્યાએ ધ્યાન રહેશે નહીં. સાવધાન રહેવું. મિત્ર અને ભાઈની મદદ ન મળતા પરેશાન રહેશો.

જીવનસાથીની વાતો ઉપર ધ્યાન આપવું.પ્રેમનો એકરાર કરવા માટે સમય સારો છે. યાત્રા થઈ શકે છે. નવા લોકો સાથે સંપર્ક થઈ શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા રાશિ:  કરિયરના વિકલ્પો ઉપર ધ્યાન આપવું. આગામી સમયમાં તમને ઈચ્છાઓ પૂરી કરવાની તક મળશે. ઘર-જમીન સાથે જોડાયેલા જરૂરી કામ તમારી સામે આવી શકે છે.સાવધાન રહેવું. વિવાદ ના યોગ છે. આજે વધારે મહેનત કરવી પડશે. પાર્ટનર ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં. જીવનસાથી તરફથી ખુશીઓ મળશે. પાર્ટનર સાથે જે બાબતને લઈને વિવાદ છે તે વાત વારંવાર તમારી સામે આવી શકે છે. ખર્ચમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

વૃશ્ચિક રાશિ: યાત્રા થઈ શકે છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે.  શીખવાની તક મળશે. કરિયરને આગળ વધારવાની તક મળશે. મનમાં પૈસાને લઈને સવાલ રહેશે.  દુશ્મનોથી સાવધાન રહેવું. કામમાં મન લાગશે નહીં. સાથે રહેતા લોકો કોઈ વાત છૂપાવી શકે છે.પ્રેમી સાથે સમય વિતાવવાની તક મળશે.  કાર્યક્ષેત્રમાં મુશ્કેલી વધશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે.

ધન રાશિ:  નવી તક તમારી સામે આવશે. મનોરંજનની તક મળશે. પ્રેમી સાથે સંબંધ મધુર બનશે. સંતાન સુખ મળશે.ગોચર કુંડળીમાં ચંદ્રમાં છઠ્ઠા ભાવમાં હોવાથી મુશ્કેલીભર્યો દિવસ છે. ભાગ્યનો સાથ ઓછો મળશે. કોઈ કામમાં વધારે જોખમ લેવું નહીં. તમારા મનમાં કોઈ શંકા હોય તેને દૂર કરવી.સંબંધો મજબૂત બનશે. અટવાયેલા પૈસા પરત મળી શકે છે. મહેનતનું ફળ મળશે. વિદ્યાર્થીઓની ચિંતા વધશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

મકર રાશિ:નોકરી અને બિઝનેસમાં જૂની વ્યક્તિ ફાયદો કરાવી શકે છે. પૈસાની બાબતમાં ધ્યાન આપવું પડશે. કોઈની મદદ મળશે. નજીકના લોકો સાથેની ગેરસમજ દૂર થઈ શકે છે.જવાબદારીને લઈને સાવધાન રહેવું. અવરોધ આવશે. આજનું કામ આવતીકાલ ઉપર ટાળવું નહીં.પાર્ટનર સાથે મનની વાત શેર કરશો. જવાબદારીઓ વધશે.  વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે. માથાનો દુખાવો થઈ શકે છે.

કુંભ રાશિ: તમારું ધ્યાન પરિવારની બાબત ઉપર રહેશે. સંબંધની દ્રષ્ટિએ બધુ સામાન્ય રહેશે. નજીકની વ્યક્તિ તમારી સલાહ લઈ શકે છે.કામ અટવાઈ શકે છે. મૂડ ખરાબ રહેશે. ભાગ્યનો સાથ ઓછો મળશે.ધનહાનિ થઈ શકે છે. ખર્ચમાં વધારો થશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત બનશે. પાર્ટનર સામે તમારી ભાવના વ્યક્ત કરશો.પૈસાની બાબત ચિંતા વધારશે. વિદ્યાર્થીઓ માટે નકારાત્મક સમય છે. જૂની બીમારી મુશ્કેલી વધારશે.

મીન રાશિ: તમારા માટે દિવસ સારો છે. જવાબદારીને ધ્યાનમાં રાખવી. જૂની સમસ્યા ઉકેલાશે. પરિવારની બાબત ઉપર ધ્યાન આપવું. કામમાં ઉતાવળ ન કરવી. વણમાંગી સલાહ આપવી નહીં. અમુક લોકો સાથે સંબંધ બગડી શકે છે.પાર્ટનર ભાવુક થઈ શકે છે.સંપત્તિમાં ફાયદો તશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે.પેટની બીમારી પરેશાન કરી શકે છે.

Back to top button