AhmedabadIndiaStory

રીક્ષા માલિકે ઘાસ અને ફૂલથી સજાવી પોતાની રીક્ષા, લોકોએ જોઈને કહ્યું- ગાય ઘાસ ખાઈ જશે તો?

પોતાના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ઓટોરીક્ષા વાળા અવનવી રીતે પોતાની રિક્ષાને સજાવતા હોય છે. એક રિક્ષાની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. મહારાષ્ટ્રના પુણેમાં એક રીક્ષા માલિકે પોતાની પોતાની રિક્ષાને કૃત્રિમ ઘાસ અને ફૂલોથી એવી રીતે સજાવી દીધી છે કે રસ્તા પરથી પસાર થતા જ લોકોનું ધ્યાન સામેથી રીક્ષા તરફ આકર્ષાઈ જાય છે. લોકો રીક્ષા જોઈને ખુશ થઈ જાય છે.

મળતી માહિતી મુજબ  MH12QE0261 નંબરની આ ઓટોના માલિક ઈબ્રાહિમ ઈસ્માઈલ તંબોલી છે. તેઓ સંપૂર્ણ રીતે પર્યાવરણના બધા માપદંડોનું પાલન કરે છે. આખી રિક્ષાને એવી રીતે સજાવાઈ છે કે પહેલી નજરમાં તે  સાચા ઘાસ જેવી લાગે છે. તેનાથી લોકો પણ દગો ખાઈ જાય છે.

જો કે આ આખી રિક્ષાની બધી સીટોને કૃત્રિમ ઘાસથી સજાવાઈ છે. રીક્ષા ની અંદર અને બહાર ફૂલો લગાવાયેલા છે. ઓટો માલિકનો પ્રયાસ હરિયાળી દ્વારા લોકોને આકર્ષિત કરવાનો છે. રિક્ષાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો તેના પર અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે જો હરિયાળીના ચક્કરમાં ગાય તેને ખાવા માટે પાછળ પડી ગઈ તો?

અન્ય એક યુઝરે લખ્યું ઓટોની અંદર સાપ ઘુસી જશે તો પણ ખબર નહીં પડે.  ઓટો ચાલકની મજાક ઉડાવતા પૂછ્યું, વરસાદમાં આ ઘાસ મોટું થઈ જશે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ અમદાવાદમાં એક કાર માલિકે તાપમાં પોતાની કાર ઠંડી રાખવા માટે તેને છાણથી લીપણ કર્યું હતું. કારની છાણ લીપણવાળી તસવીરો ખૂબ વાઈરલ થઈ હતી.લોકો પોતાની કાર,રીક્ષા સજાવવા અવનવા ઉપાયો કરતા હોય છે જે લોકોને પસંદ પણ આવી રહ્યા છે.

Back to top button