GujaratStory

અંધશ્રદ્ધાએ લીધો વધુ એક ભોગ જાણો સમગ્ર ચોકાવનારી ઘટના વિશે..

આજે દેશ અને દુનિયા મંગલ પર પહોચી છે ત્યા હજી અમુક જગ્યાએ અંધશ્રદ્ધા લોકોના જીવ લઇ રહી છે એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે થોડા સમય પહેલા રાજકોટમાં અંધશ્રદ્ધા એ એક યુવાન નો ભોગ લીધો હતો આજે પણ એક એવી વિચિત્ર ઘટના સામે આવી છે.

ગુજરાત કે દેશમાં ભલે નેતાઓ ભલે વિકાસની ડંફાશો મારતા હોય પણ હજી શિક્ષણ ના અભાવના કારણે અંધશ્રદ્ધા લોકોમાં ઘર કરી ગઈ છે એ નીકળવાનું નામ નથી લેતી એવામાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક નિર્દોષ માસુમનો જીવ આવી અંધશ્રદ્ધાના કારણે લેવાયો છે. અંધશ્રદ્ધાનું ભૂત આપણી વચ્ચે ક્યાંકને ક્યાંક ધૂણતું હોય છે એવામાં બનાસકાંઠા વાવમાં બિમાર બાળકને ઠીક કરવા માટે ગરમ સળીયા અને ચિપિયા વડે ડામ આપવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનામાં બાળક બીમાર થયો હતો પરંતુ શિક્ષણ ના અભાવને કારણે દવાખાને જવાને બદલે એને લોખંડના સળિયા ગરમ કરી બાળકને ડામ દેવામાં આવ્યા હતા આ ઘટના અંગે માતાએ કહ્યું હતું કે બાળક બીમાર થતા એને ડામ દેવામાં આવ્યા હતા પરંતુ બાળકને કોઈ ફરક ના પડતા છેવટે દવાખાને લઇ ગયા હતા. બાળકની માતાની વાતો સાંભળ્યા બાદ એકવાત સ્પષ્ટ છે કે આજે પણ ગામડાઓમાં અંધશ્રદ્ધા ગઇ નથી. અશિક્ષિત લોકોમાં આજે પણ અંધશ્રધ્ધા ઘર કરી ગઇ છે. આજનાં આધુનિક સમયમાં અને પ્રચાર પ્રસાર કરવા છતાં હજુ લોકોનાં મનનાં વહેમ દૂર કરી શકાયા નથી.

અંધશ્રદ્ધા હજી પણ લોકોના મગજમાંથી ગઈ નથી.બનાસકાંઠામાં બાળક આજે પણ બીમાર પડે ત્યારે તેને હોસ્પિટલમાં લઇ જવાને જગ્યાએ ગામમાં એક-બે લોકોને બતાવી બાદમાં ડામ દેવાય છે. થરાદ, ધાનેરા, ડીસા અને પાલનપુરમાં રોજનાં 30થી 35 બાળકોને ડામ દેવાયેલા કિસ્સાઓ સામે આવે છે. ડીસાનાં તબીબનાં જણાવ્યા મુજબ ડીસામાં દર મહિને 15થી વધુ બાળકોને ડામ અપાયેલા બાળકોને સારવાર માટે લવાય છે. ચોંકાવનારી વાત એ છે કે આજે બનાસકાંઠામાં બનેલી ઘટનામાં આ નવજાત બાળક ડામનાં દર્દ ને સહન ન કરતા મોતને ભેટી ગયુ છે.

આ બાળકને ડામ આપ્યા બાદ તેની બિમારી દૂર ન થતા સારવાર અર્થે ડીસા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનુ સારવાર દરમિયાન જ મોત થયુ હતુ. ગુજરાતનાં અંતરિયાળ ગામોમાં આજે પણ બાળકોને ડામ આપવાનો સિલસિલો યથાવત છે. બાળકોને જ્યારે ખાંસી, શરદી કે તાવ આવે તો અંધશ્રદ્ધાનાં નામે હજુ પણ અંતરિયાળ ગામોમાં ગરમ સળીયા અને ચિપિયા વડે ડામ અપાય છે. ખાસ કરીને ગામડાઓમાં લોકો બિમારીથી બચવા આવા ડામ આપતાં હોય છે. કહી શકાય કે અંધશ્રદ્ધાનો ભોગ વધુ પડતા બાળકો જ બનતા હોય છે અને આવી ઘટના માટે માતાપિતા જ  સૌથી વધુ જવાબદાર ગણાય છે.જ્યાં સુધી શિક્ષણ નો અભાવ છે અને લોકોમાં જાગૃતિ નાં આવે ત્યાં સુધી આવા કિસ્સાઓ સામે આવવાના જ આ અંગે સરકાર કાર્યક્રમો પણ આપી રહી છે.

Back to top button