CrimeGujarat

શામળાજી : 3 કોન્સ્ટેબલને ઈકો કારનો પીછો કરવો ભારે પડ્યો 4 શખ્સોએ ઢીબી નાખ્યા,વાંચો વિગતે

અરવલ્લી જીલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અરવલ્લી જીલ્લામાં બુટલેગરો અને અસામાજિક તત્વો સામે ખાખી વર્દી પણ લાચારી અનુભવી રહી હોય તેમ બેખૌફ બની કાયદો હાથમાં લેતા અચકાતા નથી.ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મચારીઓને જ માર પડતી હોય તો સામાન્ય પ્રજાજનોને આવા લુખ્ખા તત્વો સામે જોવું પણ ભારે પડી શકે છે. અરવલ્લી જીલ્લામાં પોલીસ કર્મીઓને માર પડ્યાનો એક કિસ્સો સામે આવ્યો છે.આવા કિસ્સાઓ દિન-પ્રતિદિન વધે તો પોલીસ પેટ્રોલિંગ કરવાનું બંદ કરી દે તો નવાઈ નહી.લોકોને સલામત રાખનાર ખાખી વર્દી લાચાર બની જતા લોકોમાં ભારે ચકચાર પામી છે.

તમને જણાવી દઈએ કે શામળાજી પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ રવિવારે બપોરના સુમારે સરકારી પોલીસ વાહન સાથે રતનપુર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ સફેદ કલરની ઈકો કારને અટકાવવા હાથથી ઈશારો કરતા ઈકો કારના ચાલકે કાર ભગાવી દીધી હતી. ત્રણ પોલીસ ત્રણ પોલીસ કોન્સ્ટેબલે સરકારી વાહન સાથે એ ઇકોનો પીછો કર્યો હતો પીછો કરતા ઈકો કારના ચાલકે કાર અટકાવી બંને પોલીસ કર્મચારીઓને બેફામ ગાળો બોલી મારઝુડ કરી હતી અને પથ્થરોથી હુમલો કરી ફરાર થઈ ગયા હતા આ ઘટનાથી ભાત્રે ચકચાર મચી ગઈ છે.

અહી ઉલ્લેખનીય છે કે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજબજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ નાથાભાઈ (બ.નં-૧૩૪),નરેન્દ્રસિંહ કિસ્મતસિંહ (બ.નં-૪૬૨) અને મહેશ કુમાર બાબુભાઇ (બ.નં-૨૫૭)  આ ત્રણ પોલીસ કોન્સ્ટેબલોએ ચેકિંગ હાથ ધર્યું હતું.

આ સમગ્ર ઘટના અંગે સમજીએ તો રાજ્સ્થ્યન તરફથી આવતી ઇકો કારના ચાલકો ફૂલ સ્પીડમાં આવતા હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલો ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આ ઈકોને ચેકિંગ માટે ઉભા રહેવા ઈશારો કયો હતો પરંતુ ઇકો કારે ઇકો ઉભી ન રાખતા આ ત્રણ કોન્સ્ટેબલો પણ સરકારી વાહન લઇ ને પીછો કરવા ગયા હતા ત્યાં ઇકો કર ના ડ્રાયવરે ઇકો ઉભી રાખી કોન્સ્ટેબલો ને અભદ્ર ગાળો ભાંડી હુમલો કર્યો હતો.તમને જણાવી દઈએ કે આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલો નો યુનીફોર્મ પણ ફાડી નાખ્યો હતો.અને હુમલો કરી લૂખા તત્વો ફરાર થઇ ગયા હતા.

શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ.કોન્સ્ટેબલ પ્રવીણભાઈ નાથાભાઈ( બક્કલ.નં-૧૩૪) ની ફરિયાદ ના આધારે જગદીશ જીવાભાઈ પારઘી અને રસિકભાઈ જીવાભાઈ પારઘી તથા બે અજાણ્યા શખ્શો સામે ઇપીકો કલમ-૩૨૩,૩૩૭,૧૮૬,૩૩૨,૫૦૪,૫૦૬(૨),૧૧૪ અને જીપીએકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.આ સમગ્ર ઘટનાથી પોલીસ તંત્રમાં રોષ જોવા મળી રહ્યો છે.આવી ઘટનાઓ બીજીવાર ના બને એ માટે તૈયારીઓ બતાવવામાં આવી રહી છે.

Back to top button