Ahmedabad

ગાંધીનગર : ઈ-મેમોથી બચવા આ કીમિયો અપનાવ્યો હતો પણ છેવટે ભાંડો ફૂટી ગયો,જાણો વિગતે

ટ્રાફિક ના નિયમોના ભંગ બદલ અત્યારે ઓનલાઈન જ પોતાના ઘરના સરનામા પર ઈ-મેમો પહોચી જાય છે આ ઈ-મેમોથી બચવાએક વેપારીએ પોતાની ગાડીની નંબર પ્લેટમાં ચેડાં કરી બીજો જ નંબર લખાવી દીધો હતો. તમને જણાવી દઈએ કે આ વેપારીએ જે નંબર લગાવ્યો હતો તે અન્ય વેપારીની ગાડીનો નંબર હતો. વારંવાર પોતાની કારનો નંબર ધરાવતી અન્ય કારનો ઈ-મેમો આવતો હોવાથી વેપારીએ કમિશનર કચેરીમાં રજૂઆત કરી હતી, જેના આધારે પોલીસે ખોટો નંબર લગાવનારા વેપારીની આખરે ધરપકડ કરી છે.

સેક્ટર-2 માં રહેતા સુહાગ પટેલ કુડાસણમાં શ્રી રામ એસોસિએટ નામથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. સુહાગ પાસે ગાંધીનગર પાર્સીંગની બોલેરો છે. ગત 1 મેએ તેમના ઘરે ઈ-મેમો આવ્યો હતો. આ ઈ-મેમો ત્રીજી માર્ચનો નવરંગપુરાના સ્વસ્તિક ચાર રસ્તાનો રેડ લાઇટ વાયલેશનનો હતો. આ મેમામાં ગાડીનો નંબર સુહાગનો હતો, પરંતુ કાર બોલેરો નહોતી. ત્યાર બાદ થોડા દિવસોમાં સુહાગના ઘરે આવા 15થી 20 ઈ-મેમો આવી ગયા હતા.

આથી સુહાગે મેમો અને કાર લઈને શાહીબાગ પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી હતી. આથી આં સમગ્ર મામલાનો ભાંડો ફોડવા સીસીટીવી કંટ્રોલ રૂમ દ્વારા સુહાગની અને સુહાગની કારનો નંબર લગાવી ફરતી બંને ગાડી પર નજર રખાઈ હતી, જેમાં પોલીસે એકલવ્ય સોફ્ટવેરમાં એક એક આંકડો બદલીને નંબર નાખીને તપાસ કરતા આખરે ખોટો નંબર લગાવીને ફરતી ગાડી સેક્ટર-13 માં રહેતા નરેન્દ્ર રાવલની હોવાનું જાણવા મળ્યું હતું.અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો અને છેવટે  પોલીસે નરેન્દ્રની ધરપકડ કરી હતી.તમને જણાવી દઈએ કે નરેન્દ્ર 5952 ની જગ્યાએ 5962 લખીને ફરતો હતો.

સુહાગ અને નરેન્દ્ર બંનેની ગાડીનો નંબર ગાંધીનગર પાર્સીંગ નો જ હતો. બંનેના નંબરની સિરીઝ પણ એક સરખી હતી. નરેન્દ્રની ગાડીનો નંબર 5952 હતો, જ્યારે સુહાગની કારનો નંબર 5962 હતો. નરેન્દ્રે તેની ગાડીના નંબરમાં 5 ની જગ્યાએ 6 લખાવી દીધું હતું અને ખોટી નંબર પ્લેટ લખાવી ફરતો હતો.પણ સુહાગની જાગરૂકતા ને લીધે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો.

Back to top button