CrimeGujarat

સોસીયલ મીડિયામાં ફરી રહેલા બાળકની આખરે લાશ હાથમાં આવી,વાંચો સમગ્ર ઘટનાક્રમ

છેલ્લા બે ત્રણ દિવસ થી સોસીયલ મીડિયા માં એક બાળકની તસ્વીર ફરી રહી હતી જેમાં લખેલું હતું કે આ બાળક ગુમ થયેલું છે, જેને મળે એ આપેલા કોન્ટેક્ટ નંબર પર જાણ કરે. પણ તમને જણાવી દઈએ કે આ બાળકની લાશ મળી આવી છે જેથી  સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

વડનગર તાલુકાના મોલીપુર ગામના શનિવારે સવારે ગુમ થયેલા સાડા ત્રણ વર્ષના મહંમદ અખલાક નામના માસૂમની લાશ રવિવારે સવારે તેમના પાડોશીના ઘરની દીવાલ પાછળથી મળી આવી હતી.તે માસૂમનું નામ મહંમદ અખલાક હતું.માસુમના  શરીર પર ઇજાના નિશાનો જોવા મળતાં હત્યાની આશંકા સેવાઇ રહી છે. આ ઘટનાને લઇ ગામલોકોમાં હત્યારા સામે ખુબ જ રોષ જોવા મળ્યો હતો. તો પોલીસે પાંચ ટીમો બનાવી ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. હત્યાનો ભેદ ઉકેલાઇ જવાની આશા સાંજે પોલીસે વ્યક્ત કરી હતી.

મોલીપુર ગામના અશદઅલી શેરઅલી મોમીનનો દીકરો ઘરની સામે આવેલા ચોકમાં રમતો હતો અને એ વખતે એની માતા ઘર કામ માં વ્યસ્ત હતી પછી કામ પુરુ થતા પોતાના પુત્રને ન્હાવા માટે શોધવા લાગી હતી પરંતુ તે ના મળી આવ્યો અને પછી શોધખોળ શરુ થઇ.આખરે બાળક ના મળી અ પિતાએ વડનગર પોલીસ સ્ટેશનમાં અપહરણ ની ફરિયાદ નોધાવી હતી.

તમને જણાવી દઈએ કે આ શોધખોળ દરમિયાન રવિવારે સવારે આ માસુમ ની લાશ પડોશીના ઘર નજીક દીવાલ પાછળ અવાવરૂ જગ્યાએથી મળી આવી હતી. જે અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી તપાસ શરૂ કરી હતી. મૃતક બાળકના લોહીના નમૂના સ્થળ પરથી એફએસએલ ટીમે મેળવ્યા હતા. વિસનગર ડીવાયએસપી, મહેસાણા એલસીબી, એસઓજી અને વડનગર પોલીસની પાંચ ટીમો બનાવી અલગ અલગ લાઇન પર તપાસમાં મોડી સાંજ સુધી કાર્યરત રહી હતી. ટૂંક સમયમાં આ ભેદ ઉકેલાઈ જવાની પોલીસે આશા વ્યક્ત કરી હતી.

Back to top button