CrimeGujarat

અલગ જ કેસ: પોતાના બાળકથી તંદુરસ્ત હોવાથી કાકાએ ભત્રીજાને મારી નાખ્યો

વડનગરમાં સાડા ત્રણ વર્ષના એક બાળકની અપહરણ બાદ હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનારા બાળકના કાકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.તેણે કબૂલ્યું હતું કે તેણે પોતાના દૂબળા બાળકની સરખામણીએ ભત્રીજો તંદુરસ્ત હોવાથી ઇર્ષા રાખીને હત્યા કરી નાખી  હતી.

મૌલીપુર ગામે શનિવારે ઘરના આંગણામા રમતા ગૂમ થયેલા સાડા ત્રણ વર્ષના બાળક મહંમદ અખલાકની શોધખોળ દરમિયાન બીજા દિવસે સામેના મકાનની પાછળની દિવાલ પાસે લાશ મળી આવી હતી. લાશ મળી આવી હતી તે મકાનના માલિક અકબરઅલી કમરઅલી પર પોલિસને શંકા થઇ. પોલીસ પુછપરછમાં અકબરઅલીએ કબુલ્યું કે તેણે મહંમદ અખલાકને બિસ્કીટ અને વેફરના બહાને  ઘરમાં લઈ જઈ પાણીની ટાંકીમાં ફેંકી દીધો હતો.

તેણે ભત્રીજાને પાણીની ટાંકીમાંથી બહાર કાઢી લોખંડના ભંગારમાં પટકી દીધો હતો.જ્યાં કરી કપડું ત્રીજા માળે અગાસીમાં ફેંકી દીધું હતું. પરંતુ  પકડાઈ જવાના ડરથી તેણે બીજા માળે સંતાડી રાખેલી લાશ મકાનની પાછળ ફેંકી દીધી હતી. સમગ્ર તપાસમાં અકબરઅલી પોલીસની સાથે રહ્યો હતો.

તે બાળકનો કાકા હોવાથી તેના પર લોકોને શંકા પણ ન હતી.  બાળકને કરંટ આપીને ગળું દબાવીને કે પછી પાણીની ટાંકીમાં નાખીને હત્યા કરાઇ હોવાની આશંકા વચ્ચે  બાળકનું પીએમ કરાવાયું હતું જેમાં બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયાનો રિપોર્ટ આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button