Crime

પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિ પત્ની પર ગુજારતો હતો ત્રાસ,તો પત્નીએ ભરી નાખ્યુ આવુ પગલું

અત્યારે પતી-પત્નીઓ ના રોજ નવા નવા કિસ્સાઓ સામે આવતા હોય છે.એવાની વછે અમદાવાદમાં ફરી એક વાર પતિ પરિણીતા અને એ નો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં પતી એ પોતાની પ્રેમિકા ને પ્રેમ કરતો હતો અને એના જોડે લગ્ન કરવા માટે પોત્યાની પત્ની પર ત્રાસ ગુજારતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે પતિ પોતાની પત્નીને છુટાછેડા માટે દબાણ કરતો હતો. પતિના આ ત્રાસથી કંટાળીને પત્નીએ પોલીસ ફરિયાદ નોધાવી હતી પરંતુ પોલીસે કોઈ પગલા ન લેતા છેવટે પત્નીએ આત્મવિલોપન નો પ્રયત્ન કર્યો હતો જ્યાં પોલીસે એની ધરપકડ કરી હતી.

સુત્રોથી મળતી માહિતી અનુસાર અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક પતિ પરિણીતા પર છુટાછેડા લેવા માટે રોજ ત્રાસ ગુજારતો હતો. આના પાછળનું કારણ એ છે કે પતિ જે શાળામાં નોકરી કરતો હતો. તે શાળામાં નોકરી કરતી અન્ય શિક્ષિકા સાથે તેને પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. જેથી પતિ પોતાની શિક્ષિકા પ્રેમિકા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, જેના કારણે તે છૂટાછેડા લેવા માટે પરિણીતા પર અવાર નવાર ત્રાસ ગુજારતો હતો.

તમને જણાવી દઈએ કે પતિના ત્રાસથી કંટાળી ગયેલી પરિણીતાએ પતિ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ આ ઘટનામાં પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવતા કંટાળેલી પરિણીતાએ કલેક્ટર ઓફિસની બહાર જ આત્મવિલોપન કરવાનું નક્કી કરી નાખ્યું હતું. જેના પગલે તે કલેક્ટર ઓફિસ પર આત્મવિલોપન કરવા પહોંચી ત્યારે પરિણીતાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને મળતી માહિતી અનુસાર પતિ સામે ફરીથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનામાં પોલીસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાણીપ પોલીસ સ્ટેશનમાંથી માહિતી મળી આવતા પોલીસ તાત્કાલિક કલેક્ટર ઓફિસ પહોચી ગયેલી. જ્યાં મહિલાને રામોલ પોલીસ સ્ટેશન લાવીને અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. પતિ મહિલાને છૂટાછેડા લેવા માટે ફોર્સ કરતો હતો. જેના કારણે તેણે આ કામ કર્યું છે આ સમગ્ર ઘટના માં યોગ્ય તપાસ કરી નિકાલ લાવવામાં આવશે અને ગુનેગાર પતિને સજા આપવામાં આવશે એવી વાત કરી હતી.

તો પરિણીતાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેના પતિનું 12-13 વર્ષથી આ અફેર ચાલે છે. કેટલી વખત મેં રોકવાની કોશીશ કરી પણ પતિ માનતા જ ન હોવાનું મહિલાએ જણાવ્યું છે.પત્નીએ મીડિયા સમક્ષ કહ્યું છે કે એનો પતિ એને છુટા છેડા આપવામાટે દબાણ કરી રહ્યો છે.તો પત્નીએ આ ઘટનામાં ન્યાય અંગે એટલું કહ્યું હતું કે હું છુટા છેડા નથી માંગતી બસ એ સુધરી જાય અને મારી સાથે જ રહે.

તમને જણાવી દઈએ કે આ આરોપી એ ભાજપના નેતાઓ સાથે અવારનવાર જોવા મળી રહ્યો છે જેના ઘણા ફોટા ભાજપના નેતાઓ સાથે છે અને ભાજપના ખેસ સાથે આ પતી જોવા મળ્યો છે.

Back to top button