Gujarat

કિંજલ દવેની એડિટ કરાયેલી તસ્વીરો અંગે કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો,જાણો વિગતે

 

થોડા સમય પહેલા કિંજલ દવે ના ફોટો એડિટ કરીને સોસીયલ મીડિયા માં વાયરલ કરવામાં આવ્યા હતા જોકે એ ફોટો ખોટા હતા અને કિંજલ દવે દ્રારા કેસ કરવામાં આવ્યો હતો જેનો કોર્ટ માં કેસ ચાલતો હતો અને એનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતની યંગ અને ફેમસ સિંગર કિંજલ દવેની તસવીરો સાથે ચેડા કરી એડિટકરીને તેને ઈન્ટરનેટ પર વાયરલ કરનાર યુવકને આજે કોર્ટે દોષ મુક્ત જાહેર કર્યો છે.ઉલ્લેખનીય છે કે આ નિર્ણય અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે આ મામલામાં બંને પક્ષો વચ્ચે જ સમાધાન થઈ જતાં કોર્ટે ગત રોજ ૩ તારીખે નિર્ણય સંભળાવ્યો હતો.

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલે આરોપીને દોષ મુક્ત કરવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે ઓગસ્ટ ૨૦૧૭માં કિંજલ દવેએ લગ્ન કરી લીધા હોય તેવી તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી. જોકે જે તે સમયે કિંજલ દવે ના લગ્ન થયા નહોતા.ઉલ્લેખનીય છે કે આ તસ્વીરો નીરજ મકવાણા નામના શખ્સ દ્વારા એડિટ કરી સોશીયલ મીડીયા પર અપલોડ કરી દેતા વાયરલ થઇ ગઈ હતી.કિંજલ દવે એ જયારે આ તસ્વીરો જોઈ ત્યારે તેણે પોલીસ ફરિયાદ કરી હતી.

પોલીસે ફરિયાદને પગલે તેની ધરપકડ કરી લીધી હતી. આ કેસ છેક કોર્ટમાં ગયો હતો.આ યુવાન નીરજ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારનો છે. તેણે આ અંગેની કોર્ટ સમક્ષ માફી માગી હતી અને કિંજલ સાથે સમાધાન કરી નાખ્યુ હતું. આરોપીએ કોર્ટમાં જણાવ્યું હતું પોતાની પત્ની સાથે ઝઘડો થયા બાદ તેણે આવેશમાં આવીને કિંજલ દવેની મોર્ફ કરેલી તસવીરો વહેતી મૂકી દીધી હતી. આવું કરવા પાછળનો તેનો બીજો કોઈ ખરાબ ઈરાદો ન હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો તેમજ સમાધાનની ફોર્મ્યુલાને માન્ય રાખીને કેસનો નિકાલ કર્યો હતો.

Back to top button