Gujarat

મોડાસા પોલીસે ૨૬ પશુધનને મોતના મુખમાંથી બચાવ્યા સાથે ૨ આરોપીને દબોચી લીધા,જાણો વિગતે

આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂ, પશુ તસ્કરી,વિવિધ કેફી પદાર્થો જેવાની મોટાપાયે તસ્કરી અસામાજિક તત્વો દ્રારા હેરાફેરી થાય છે.અરવલ્લી જીલ્લા પોલીસતંત્રના વડા મયુર પાટીલે ઘૂસણખોરી અટકાવવા સખ્ત અને કડક સૂચના આપતા જીલ્લા પોલીસતંત્ર હરકતમાં આવી ગયું છે અને જેના પગલે અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે.

મોડાસા રૂરલ પોલીસે લીંભોઇ ગામની નજીક થી આઈસર ટ્રકમાં ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા ૨૬ પશુઓને બચાવી લેવામાં આવ્યા છે અને આ તસ્કરી કરતા અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા ૨ તસ્કર આરોપીને દબોચવામાં આવ્યા છે.આ ટ્રકમાં રહેલા ૨૬ પશુધનને બચાવી લઈને નજીકના પાંજરાપોર માં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એચ.શર્મા અને તેમની ટીમે બાતમીના આધારે લીંભોઇ ગામની સીમમાંથી બે દિવસ અગાઉ  રાત્રીના સુમારે રાજેન્દ્રનગરથી અમદાવાદ તરફ પશુઓ ભરેલ આઇસર ટ્રક (ગાડી.નં-GJ 01 C V 9475 ) માં બિન અધિકારિત રીતે વગર પાસ પરમીટે જીવિત ભેંશ નંગ-૧૧ અને પાડા નંગ-૧૫ ને ખરાબ હાલતમાં ખીચોખીચ ભરેલા અને ઘાસચારા પાણીની વ્યવસ્થા કર્યા વગર કતલખાને લઈ જવાતા મળી આવ્યા હતા અને તેમને પાંજરાપોર મોલકી આપી આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ પશુધનમાં ભેસ-પાડા હતા જેની અંદાજે કિંમત રૂ.૧૪૦૦૦૦ /- તથા બે નંગ મોબાઈલ જેમની કિંમત રૂ.૧૦૦૦/- તથા ટ્રકની કિંમત રૂ.૭૦૦૦૦૦/- મળી કુલરૂપિયા ૮૪૧૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.સાથે ઈરફાન યુસુબ શેખ અને એઝાઝ અબ્દુલ સમદ શેખ જે બંને બહેરામપુરા, અમદાવાદ વિસ્તારના રહેવાસીની ધરપકડ કરી બંને શખ્શો વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનયમ અને પ્રાણી અત્યાચાર કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button