Crime

મોદીના બીજીવાર વડાપ્રધાન બનતા યુવાનોને મફત લેપટોપ મળશે મેસેજ શેર કરનાર ગિરફ્તાર,જાણો વિગતે

નરેન્દ્ર મોદી બીજી વખત જંગી સીટો સાથે ઐતિહાસિક જીત મેળવી છે અને કેન્દ્રમાં પોતાની પાર્ટીની સરકાર બનાવી દીધી છે. જીત પછી દોડ દિવસ સુધી વોટ્સએપમાં એક મેસેજ ફરતો થયો હતો કે નરેન્દ્રમોદીના બીજા વખત પ્રધાનમંત્રી બનવા બદલ બે કરોડ યુવાનોને મફત લેપટોપ આપવામાં આવશે તો તમે પણ જલ્દી થી રજીસ્ટર કરો અત્યાર સુધી કુલ ૩૦ લાખ યુવાનોએ રજીસ્ટર કરી નાખ્યું છે એવો એક મેસેજ ખુબ જ વાયરલ થયો હતો.પહેલી નજરે જોતા જ આ મેસેજ ખોટો લાગતો હતો.

તમને જણાવી દઈએ કે આ મેસેજ વાયરલ થતાની સાથે જ બે દિવસમાં ૧૫ લાખ લોકોએ આ સાઈટ પર રજીસ્ટર પણ કરી નાખ્યું હતું.આ મેસેજ છેક દિલ્હી પોલીસ સુધી પહોચતા દીલ્હીં પોલીસે આ અંગે તપાસ આગળ હાથ ધરી હતી.સ્પેશલ ટીમે આ વેબસાઈટ અંગે માહિતી ભેગી કરી હતી અને છેવટે માલુમ પડ્યું હતું કે આ વેબ સાઈટ રાજસ્થાનના  નાગોર જીલ્લા થી ચાલી રહી હતીં.આ ઘટના સંદર્ભે પોલીસે નાગોરના રાકેશ જંગીડ ને ગિરફ્તાર કર્યો છે.તમને જણાવી દઈએ કે રાકેશ આઇઆઇટીયન છે.રાકેશે કાનપુર આઇઆઇટી થી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.૨૩ તારીખે લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યું અને લોકોને મોદી તરફથી મફત લેપટોપ અને સોલાર પેનલો આપવાની વાત કરી લોકોને મુર્ખ બનાવવાનું શરુ કર્યું.

એણે પોતાની આ વેબસાઈટ પર લોકોને કહ્યું હતું કે આમાં રજીસ્ટર કરવાની છેલ્લી તારીખ ૫ જુન છે.એમાં એણે એવું લખ્યું હતું કે આ મેસેજ તમારા મિત્રોને પણ લખો જેથી એ પણ આયોજના નો લાભ લઇ શકે.

રાકેશનો આ વેબસાઈટ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ પૈસા કમાવવાનો હતો.સુત્રોથી મળતી માહિતી અનુસાર આ લીનક થી ૧૫ લાખ લોકોએ લેપટોપ માટે રજીસ્ટર કર્યું હતું આ વેબસાઈટમાં એવું હતું કે જેટલા વધુ માં વધુ લોકો વિઝીટ કરે એટલા વધારે પૈસા આ રાકેશ કમાઈ શકે.આ વેબસાઈટ બનાવવા રાકેશે પોતાના પિત્રાઈ ભાઈ ને પણ આમાં સામેલ કર્યો હતો પરંતુ લોકોને મુર્ખ બનાવી પૈસા કમાવવાના આ ફ્રોડ અંગે પોલીસે રાકેશની ધરપકડ કરી છે.પોલીસે આ સમગ્ર ઘટના બદલ રાકેશ પાસેથી લેપટોપ સહીત મુદ્દામાલ જપ્ત કરી એની ધરપકડ કરી છે હવે આગળની કાર્યવાહી આગળ હાથ ધરી છે.

 

Back to top button