Gujarat

સુરત સરથાણા માં બનેલી ઘટના બાદ આ ટ્યુશન સંચાલકે એવું કર્યું કે લોકો ચોકી ગયા, જાણો વિગતે

હમણાં હમણાં સુરતમાં બનેલી હદયકંપી ઘટનાને પગલે તંત્રએ જાણે ટ્યુશન કલાસીસ પર તવાઈ બોલાવી છે એમ દરેક જગ્યાએ સેફટી વગરના ટ્યુશન કલાસીસ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને ફાયર અને સેફટી વગરના ત્ય્ષણ ક્લાસીસને સીલ કરવામાં આવી રહ્યા છે.અને જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરવા તંત્ર સજ્જ બન્યું છે એવામાં સ્મશાનમાં ટ્યુશન ક્લાસ ચલાવવાનો એક કિસ્સો સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુરત સરથાણા માં બનેલી ઘટનાને પગલે રાજ્યભરમાં ટ્યુશન કલાસીસ બંદ કરવાનો તંત્રએ આદેશ આપ્યો છે  જેના કારણે ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓને અધૂરો અભ્યાસ છોડવો પડ્યો હતો કારણ કે, ટ્યુશન ક્લાસ વગર વિદ્યાર્થીઓ કઈ જગ્યા પર બેસીને ભણે.વિધાર્થીઓનું શિક્ષણ ના બગડે એના માટે એક શિક્ષકે જિલ્લા કલેક્ટર કચેરીમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કરી નાખ્યું હતું. પરંતુ જ્યારે ટ્યુશન સંચાલકને ખબર પડી કે, કલેક્ટર કચેરીના મેદાનનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે, ત્યારે ટ્યુશન ક્લાસના આ સંચાલકે પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે એ હેતુથી વિદ્યાર્થીઓને સ્મશાનમાં ભણાવવાનું શરૂ કર્યું છે.

 

આ કિસ્સો બનાસકાંઠાના પાલનપુરનો છે એવી સુત્રો દ્રારા માહિતી મળી રહી છે. બનાસકાંઠા અને પાલનપુરમાં ફાયર સેફ્ટીના સાધનો વગર ચાલતા ટ્યુશન ક્લાસ પર તંત્રએ સીધે સીધી તવાઈ બોલાવી છે. અને તમામ ટ્યુશન ક્લાસને બંધ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે ટ્યુશન ક્લાસ બંધ થતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે એક ટ્યુશન ક્લાસના સંચાલકે કલેક્ટર કચેરીના મેદાનમાં જ વિદ્યાર્થીઓને ભણાવવાનું નક્કી કર્યું હતું.

તમને જણાવી દઈએ કે રવિ સોની નામના સંચાલકે વિદ્યાર્થીઓને કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં બોલાવીને તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો હતો.રવિ સોની નામના ટ્યુશન સંચાલકે લગભગ ત્રણ દિવસ સુધી ક્લાસ ચલાવ્યા હતા પરંતુ પાછળથી તેને જાણ થઇ કેકલેક્ટર કચેરીમાં આ રીતે વિદ્યાર્થીઓને ભેગા કરીને અભ્યાસ કરાવવો એ ગુનો બને છે. જેનાપગલે રવિ સોનીએ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની જગ્યા બદલવાનું નક્કી કર્યું. પરંતુ ટ્યુશન કલાસીસ માટે કોઈ પણ જગ્યા ન મળતા સંચાલકે છેવટે પાલનપુરના માનસરોવર રોડ નજીક આવેલા સ્મશાનમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું હતું.

 

આ સમગ્ર બાબતે સંચાલક રવિ સોનીએ જણાવ્યું હતું કે, માણસે મૃત્યુ પછી જ સ્મશાનમાં આવવાનું હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ મૃત્યુ પહેલા આ સ્મશાનથી વાકેફ થઇ જાય અને તેમને એમ પણ ખબર પડી જાય કે, સ્મશાન જેવી શાંતિ બીજા કોઈ પણ સ્થળ પર ન હોય. અમને ટ્યુશન ક્લાસીસ કરાવવા માટે કોઈ જગ્યા ન મળી એટલા માટે અમે સ્મશાનના કમ્પાઉન્ડમાં જ ક્લાસીસ શરૂ કરી દીધા અને આગામી દિવસોમાં આવનાર પરિક્ષામાં વિધાર્થીઓને તકલીફ ના થાય એ માટે અમે આ પગલું ભર્યું છે.

Back to top button