GujaratIndia

ગરમીથી મળશે રાહત, ચોમાસુ હવે આટલું જ નજીક છે..હવામાન વિભાગે કરી આગાહી

ઉનાળાના આકરા તાપમાં શહેરીજનો તો સેકાઈ ગયા છે સાથે ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે સમાચાર આવી રહ્યા છે કે આગામી 48 કલાકમાં ચોમાસું કેરળ પહોંચી જશે. હવામાન ખાતાની આગાહી મુજબ આ વર્ષે વરસાદ સારો રહેશે.ગરમીને કારણે અનેક લોકોના મોત થઈ રહ્યા છે. પશુ-પંખીની હાલત પણ ખરાબ થઈ રહી છે. 48 કલાકમાં કેરળમાં ચોમાસાનું  આગમન થઇ જશે ત્યારબાદ ગોવામાં 12 જૂને વરસાદ પહોંચશે.

હવામાન વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર આ વર્ષે રાજ્યમાં જૂન મહિનાનાં ત્રીજા અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો પ્રારંભ થશે. આ વર્ષે જૂનના બીજા અઠવાડિયામાં મુંબઇમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે.  ગુજરાતમાં 10થી 16 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પ્રી-મોન્સુન એક્ટિવીટી શરૂ થશે જયારે અમદાવાદમાં 16થી 23 જુન વચ્ચે ચોમાસાનું  આગમન થાય તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આવતાં અઠવાડિયાથી  નીચલા લેવલનાં પવનોની પેટર્ન અને દિશા બદલાશે જેથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ગરમી ઘટશે. તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. રાજ્યમાં ગરમ પવનોની અસરોથી મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 43.0 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 4 આગામી ત્રણ દિવસ ગરમીનો પારો 42થી 43 ડિગ્રીની આસપાસ રહેતાં ગરમીથી રાહત મળે તેવી શક્યતા છે.

Back to top button