GujaratStory

સુરત આગમાં મોતને ભેટેલા 22 બાળકોની આત્માની શાંતિ માટે 5 વર્ષની બાળકીએ રાખ્યો રોઝા

સુરત : પાંચ વર્ષની શિફા તેની ઉંમરના બીજા બાળકો કરતા અલગ જ છે. રાજ્ય તેમજ દેશમાં હાહાકાર મચાવનારી સુરતની આગમાં  22 લોકોના મોત થયા હતા એ સમાચારથી  નાનકડી શિફા પણ વ્યથિત થઈ ગઈ હતી 5 વર્ષની શિફા એ મૃતકોની આત્માની શાંતિ માટે એવું કર્યું કે સૌ લોકો ચોંકી ગયા.  સોમવારે શિફા વહેલી ઉઠી ગઈ અને તેણે નાસ્તો પણ કરી લીધો. શિફા પણ રોઝા રાખવાની છે કે શું તે વિચારથી તેના મમ્મી-પપ્પા પણ આશ્ચર્યમાં હતાં. નાનકડી શિફાએ સુરતની ઘટનામાં માર્યા ગયેલા 22 લોકોની આત્માને શાંતિ મળે તે માટે રોઝા રાખવાનું નક્કી કર્યું.

સુરતમાં રહેતી શિફા હજુ તો કેજીમાં ભણે છે. ગયા વર્ષે પણ તેણે મમ્મી-પપ્પા સમક્ષ રોઝા રાખવાની વાત કરી હતી પણ મમ્મી-પપ્પાએ તેની ઉંમરને જોતા તેને રોઝા નહોતો રાખવા દીધો. આ વખતે તો તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં મોતને ભેટેલા બાળકો માટે શિફા ગમે તે ભોગે રોઝા રાખવા મક્કમ હતી. શિફાએ જણાવ્યું હતું કે અલ્લાહે તે બાળકોને પોતાની પાસે બોલાવ્યા છે અને મેં રોઝા રાખીને તેમના માટે શાંતિની દુઆ કરી છે.

શિફાના પિતાના જણાવ્યા અનુસાર તેણે સવારે રોઝા રાખવાની વાત કરી ત્યારે શરુઆતમાં મે ના પાડી હતી.શિફા તેના માટે મક્કમ હતી.   આખો દિવસ તેણે રોઝા રાખ્યો. તક્ષશિલામાં લાગેલી આગનો વિડીયો જોઈ શિફા મને પૂછતી હતી કે આગમાં મરી જનારા લોકોને કેવી પીડા થતી હશે?

આવી ગરમીના દિવસોમાં જયારે મોટી ઉંમરના લોકો પણ  પાણી વિના નથી રહી શકતા ત્યારે આ નાની બાળકીએ સૌને ચોંકાવી દીધા છે. ઘણા લોકો હિન્દૂ-મુસલીમ નો જાતિવાદ ફેલાવે છે તેવા માનસીક વિકલાંગોને આ બાળકીએ રીતસરનો તમાચો મારી દીધો છે.જીવન,લાગણી,કરુણા,પ્રેમ,માનવતા દરેક લોકોમાં એક સરખું જ હોય છે ભલે તે કોઈ પણ જાતિનો હોય

Back to top button