Gujarat

કાર ડીવાઈડર કુદી ટેમ્પોમાં ઘુસી ગઈ ઘટના સ્થળે પાંચ લોકોના થયા મોત,જાણો વિગતે

બેફામ અને નશાની હાલતમાં વાહનો ચલાવવાથી અકસ્માતનો દર વધી ગયો છે હમણાં હમણાં હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત થયો છે જેમાં ઘટના સ્થળે જ પાંચ લોકોનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

નવસારી ખાતેના ખારેલ હાઈવે પર ગઈકાલે એક અત્યંત ભયંકર અકસ્માત થયો છે.તમને જણાવી દઈએ કે કાર સુરતથી મુંબઈ જઈ રહી હતી અને આ હાઈવે હોવાથી કાર સ્પીડમાં જઈ રહી હતી અને ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરથી એકાએક કાબુ ગુમાવતા કાર એ ડીવાઈડર કુદીને સામેથી આવતા ટેમ્પાને અથડાઈ ગઈ હતી.આ અકસ્માત એટલો બધો ગમખ્વાર હતો કે ગાડીમાં બેસેલા પાંચ લોકોનું તાત્કાલિક મૃત્યુ થયું હતું.

નવસારીના ખારેલ હાઈવે પર આ અકસ્માત બન્યો છે જેમાં ઈન્ડિગો કાર સુરતથી મુંબઈ તરફના રસ્તા પર જઈ રહી હતી. જ્યારે આ કાર ટેમ્પોમાં ગુસી ગઈ ત્યારે જોરદાર ધડાકો થયો હતો એવું આસપાસના લોકો નું કહેવું છે. સુરત પર્સીન્ગની આ કર છે અને એમાં મૃત્યુ પામેલ તમામ મૃતકો સુરતના લંબે હનુમાન રોડ પરના રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે.આ અકસ્માત એટલો બધો ગમખ્વાર હતો કે તાત્કાલિક ઘટના સ્થળે જ બધાના મોત થઇ ગયા હતા અને એમની લાશો કાઢવા માટે પણ ગાડીના પતરા કાપવા પડ્યા હતા.

Back to top button