IndiaStory

પતિ દુનિયા છોડીને જતા રહ્યા, પત્નીએ તેમની યાદમાં વાવ્યા 73,000 વૃક્ષ

મોટાભાગના લોકો પર્યાવરણ માટે કંઈ કરવા માટે જૂન મહિનામાં પર્યાવરણ દિનની રાહ જોઈને બેઠા રહે છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડે ત્યારે લોકોને સમજાય છે કે વૃક્ષોનું કેટલું મહત્વ છે.  શિયાળો, ઉનાળો અને ચોમાસુ બધી જ ઋતુમાં પરિવર્તન આવી ગયું છે.દરિયાની સપાટી ઊંચી જઈ રહી છે.

આવામાં બેંગલોરના 68 વર્ષના જેનેટ યજ્ઞેશ્વરને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે 75,000 છોડ વાવ્યા છે. આપને જણાવી દઈએ કે આ બધું તેમણે પોતાના ગુજરી ગયેલા પતિની યાદમાં કર્યું છે.  2005માં તેમના પતિ ગુજરી ગયા બાદ જેનેટે આ કામ શરૂ કર્યું હતું. એ સમયે બેંગલુરુમાં મોટા પાયે વૃક્ષો કપાઈ રહ્યા હતા અને તેમનાથી આ જોવાયું નહીં અને વૃક્ષો વાવવાનો નિર્ણય કર્યો.

જેનેટે નક્કી કર્યું કે તે  પરિવર્તન લાવશે. તેમણે ફરીથી વૃક્ષારોપણની ચળવળ શરૂ કરવાનું નક્કી કર્યું. પહેલા તેમણે પોતાના ગાર્ડનમાં વૃક્ષો રોપીને કાર્યની શરૂઆત કરી હતી. એ બધું જોઈને તેમની આજુબાજુના લોકોમાં પણ જાગૃતિ ફેલાતી ગઈ. અમુક લોકો છોડ તો વાવી દેતા હતા પણ તેની સંભાળ નોહતા રાખતા તે જેનેટ ને ગમતું ન હતુ.

તેમણે આખા કર્ણાટક અને તામિલનાડુમાં વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. વૃક્ષો વાવવાનું શરૂ કર્યું ત્યારે પહેલા તો તે ગાંઠના રૂપિયા ખર્ચ કરતા હતા. આજે તેમના આ કાર્યને લોકોએ એટલું વધાવી લીધું કે તેમને લોકોના રૂપિયા ડોનેશન પેટે મળવા લાગ્યા છે. તેમના પ્રોજેક્ટનું નામ થેન્ગજા છે જેમાં ગાજા વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે 1000 નારિયેળના વૃક્ષ વાવવામાં આવશે.

જેનેટ લેન્ડસ્કેપ ડિઝાઈનિંગ શીખ્યા છે.આથી તેમને સારી રીતે ખબર છે કે વૃક્ષ કયા વિસ્તારમાં વાવવા જોઈએ. તેઓ જણાવે છે જે પણ વ્યક્તિ વૃક્ષ વાવવા માંગતી હોય તે તેમનો સંપર્ક કરી શકે છે.પરંતુ શરત એટલી  છે કે તેમણે નિયમિત છોડનું ધ્યાન રાખવું પડશે અને તેને પાણી પાવું પડશે. આપને જણાવી દઈએ કે હાલ તેમની પાસે યંગસ્ટર્સ પણ આવી રહ્યા છે જેઓ વૃક્ષો વાવવાની ઈચ્છા ધરાવે છે.

Back to top button