BjpGujaratNews

ન્હાતી મહિલાઓના વિડીયો ઉતારનાર યુવકે કર્યું ભાજપ સાંસદનું સ્વાગત જુઓ ફોટો

હમણાં હમણાં થોડા દિવસ પહેલા વડોદરા શહેરના પ્રિન્સ વિલાના સ્વિમિંગપૂલમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો ઉતારનાર એક યુવક પકડાયો હતો એ યુવકનું નામ આકાશ પટેલ હતું.તમને જણાવી દઈએ કે એ જ વિકૃત આકાશ પટેલે વડોદરાના મહિલા સાંસદ રંજનબેન ભટ્ટનું સ્વાગત કર્યું હતું.ઉલ્લેખનીય છે કે વડોદરા લોકસભા બેઠક પર જંગી બહુમતીથી ચૂંટાયેલા રંજનબહેન ભટ્ટનું વડોદરા શહેર ભાજપ આઇ.ટી. સેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન આકાશ પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે વડોદરા શહેરના ગોત્રી-સેવાસી રોડ પર આવેલા પ્રિન્સ વિલાના સ્વિમિંગ પુલમાં સ્નાન કરતી મહિલાઓનો વિદ્યો ઉતારવાનો મામલો સામે આવ્યો હતો આ વિડીયો એ જ વિલામાં જ રહેતો આકાશ પટેલ પોતાના મકાનની ગેલેરીમાંથી ઉતારતો હતો. મહિલાઓએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસે તેના ઘરમાંથી કમ્પ્યુટર સહિતના વાંધાજનક દસ્તાવેજો પણ કબજે કરી નાખ્યા હતા. જોકે આકાશ પટેલ રાજકીય વગ ધરાવતો હોવાથી તેને તુરંત જ જામીન ઉપર છોડી મૂકવામાં આવ્યો હતો.

આઈટી અને કોમ્પ્યુટરના વ્યવસાય સાથે સંકળાયેલ આકાશ પટેલ વડોદરા શહેર ભાજપ આઇ.ટી. સેલનો સભ્ય છે એવી માહિતી મળી રહી છે. વડોદરા શહેર ભાજપ આઇ.ટી. સેલ દ્વારા વડોદરાની લોકસભા બેઠક ઉપર જંગી બહુમતીથી ચૂંટાઇ આવેલા રંજનબહેન ભટ્ટનું ગુલદસ્તો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમ માં પોતાની જ સોસાયટીમાં આવેલા સ્વીમીંગપુલ માં સ્નાન કરી રહેલી મહિલાઓનો વિડીયો ઉતારનાર વિકૃત માણસ આકાશ પટેલ પણ સામેલ હતો.અને જેના સ્વાગત કરતા ફોટા સોસીયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા છે.

રંજનબેન બેન ભટ્ટ ના આ સ્વાગત કાર્યક્રમના ફોટો આઈટી સેલ દ્રારા સોસીયલ મીડિયામાં મુકવામાં આવ્યા હતા પરંતુ એમાં આ વિકૃત માણસ આકાશ પટેલ હોવાથી આઈટી સેલે આ ફોટો તાત્કાલિક સોસીયલ મીડિયામાંથી હટાવી દીધા હતા પરંતુ ત્યાંથી હટાવે એ પહેલાતો સોસીયલ મીડિયામાં વાયરલ થઇ ગયા હતા.

Back to top button