BjpGujaratNews

બીગ બ્રેકીંગ : ભાજપના હમણાં હમણાં સાંસદ બનેલા ચાર નેતાઓએ આજે રાજીનામાં આપ્યા

હમણાં હમણા લોકસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી સીટો જીતી ઐતિહાસિક સરકાર બનાવી દીધી છે.ગુજરાતમાં ભાજપે ૨૬ માંથી ૨૬ બેઠકો જીતી લીધી છે.જેમાં ચાર ધારાસભ્યો સામેલ હતા કે જેમણે લોકસભાની ચૂંટણી જીતી છે.હવે કાયદા અનુસાર એમને રાજીનામાં આપવાના હોય છે.

તાજેતરમાં થયેલી લોકસભા ચૂંટણીમાં વિજયી થનારા ગુજરાત ભાજપના ચાર ધારાસભ્યોએ આજે પોતાનું રાજીનામું સ્પીકરને સોંપ્યું હતું. આ ચાર ધારાસભ્યોમાં પરબત પટેલ, હસમુખ પટેલ, રતનસિંહ રાઠોડ અને ભરતસિંહ ડાભીનો સમાવેશ થાય છે. ચાર ધારાસભ્યો એ રાજીનામાં આપતા વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 100 પર આવી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જેમાં ચાર ઉમેદવારો ભાજપના જ ચાલુ ધારાસભ્યો પણ હતા. જેમાં રતનસિંહ ચૌહાણ પંચમહાલ બેઠક પરથી ધારાસભ્ય હતા, હસમુખ પટેલ અમદાવાદ પશ્ચિમ થી ધારાસભ્ય હતા, પરબત પટેલ બનાસકાંઠા થી ધારાસભ્ય હતા અને ભરતસિંહ ડાભી કે જેઓ પાટણ લોકસભા બેઠક પરથી વિજય બનતા તેમણે પોતાની વિધાનસભા બેઠકો ખાલી કરી નાખી છે.હવે ખાલી પડેલી આ ચાર વિધાનસભા બેઠકો પર ટૂંક જ સમયમાં પેટાચૂંટણી લડાશે. આ ચાર બેઠકોમાંથી બનાસકાંઠામાં ભાજપના મોટા નેતા અને 2017માં વિધાનસભા ચૂંટણી હારેલા શંકર ચૌધરી પરબત પટેલે ખાલી કરેલી થરાદ બેઠક પરથી ચૂંટણી લડે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે લોકસભા સાથે ગુજરાતમાં ઊંઝા, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય અને માણાવદર વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. જોકે આ તમામ બેઠકો કોંગ્રેસે જીતેલી હતી પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા જેથી આ ચાર બેઠકો ખાલી પડી હતી અને એમાં પેટા ચૂંટણી યોજાઈ હતી અને એમાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારો નો વિજય થયો હતો.

Back to top button