IndiaStory

રઘુરામ રાજનને ભણાવનાર IIT પ્રોફેસર આજે આદિવાસીઓ વચ્ચે જીવે છે, એમના વિશે જાણશો તો ચોંકી જશો

આજકાલ લોકો નામના મેળવવાના ભૂખ્યા હોય છે કઈ પણ નાની વસ્તુ માટે પણ સ્વાર્થ દેખતા હોય છે પણ આજે તમને એવી મહાન હસતી વિષે વાત કરશું જેણે કામ બૌ જ મોટા મોટા કર્યા છે શિક્ષણ જગતમાં આમ તો તરખાટ મચાવ્યો કહેવાય પણ ક્યારેય નામ માટે કે પૈસા ,માટે કામ નથી કર્યું બસ સેવા કરી છે.અને આ મહાન વ્યક્તિનું નામ છે ડૉ.આલોક સાગર.

તેમનું નામ ડો.આલોક સાગર છે. તમને જણાવી દઈએ કે આલોક સાગર દિલ્હીની IITમાં એક જમાનામાં પ્રોફેસર હતા. ત્યાંથી જ તેઓ એન્જિનિયરીંગ કરીને, અમેરીકાની મશહુર હ્યુસ્ટન યુનિવર્સિટીમાંથી પીએચડી કરી હતી, એટલે નામ આગળ ડોક્ટર લખાવ્યું હતું. ૭ વર્ષ સુધી તેઓ કેનેડામાં હતા. તમને જણાવી દઈએ કે દિલ્હી IITમાં એમણે જે વિધાર્થીઓને ભણાવ્યા હતા, તેમાંથી એક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન. હા તમને જાની ને નવાઈ લાગશે રગુરામ રાજન ને ભણાવનાર આ મહાન વ્યક્તિ એકદમ સાદું જીવન જીવે છે.

તમને જણાવી દઈએ કે આલોક સાગરના નાના ભાઈ આજે પણ દિલ્હી IITમાં પ્રોફેસર છે, બહેનો કેનેડા-અમેરિકામાં છે. માતા મિરાંડા હાઉસમાં ભૌતિકશાસ્ત્રની શિક્ષક હતી, અને પિતા ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં અધિકારી હતા.તમને નવાઈ લાગશે કે આટલું શિક્ષિત અને આટલું સુખી હોવા છતાં ડો.આલોક સાગર, છેલ્લા ૨૭ વર્ષથી મધ્ય પ્રદેશના શાહપૂરથી ૨૫ કિલોમીટર દુર, બૈતુલ જીલ્લામાં ૧૦ બાય ૧૦ની ઝુંપડીમાં રહે છે. મોબાઇલ ફોન તેઓ વાપરતા નથી. ઝુંપડીમાં એક સાઈકલ, થોડું રાશન, વાસણ અને ત્રણ ધોતી સિવાય કઈ નથી.

ડૉ આલોક સાગર આદિવાસીઓ વચ્ચે જ રહે છે, આદિવાસીઓના કલ્યાણ માટે જકામ કરે છે. એમને ઘણી ભાષા આવડે છે. આદિવાસીઓને ભણાવે છે. તેઓ ખેતી કરે છે, ફૂલ-ફળ અને ઝાડ વાવે છે, સાચવે છે.તેઓ કોઈને મળતા જ નથી.ઉલ્લેખનીય છે કે ઈન્ટેલીજન્સ વિભાગના અમુક લોકોને સંદિગ્ધ લાગતા એમની પૂછપરછ થઇ, તો પૂછપરછમાં તેમના પૂર્વ જીવન વિશે ખબર પડી. મીડિયામાં આ સમાચાર આવ્યા પછી સૌનું ધ્યાન એમની તરફ ખેંચાયું છે.બાકી પહેલા કોઈ એમન્જા વિષે જાણતું નહોતું.

આ મહાન વ્યક્તિ આપણને શીખવી જાય છે કે એક માણસને જીવવા માટે શું જોઈએ? એના કરતાં ય વધુ, લોકો માટે કામ કરવું હોય, તો એક માણસને શું જોઈએ?

 

Back to top button