Gujarat

એવું તો શું થયું કે આખરે સ્કૂલોમાં નવરાત્રિનું વેકેશન રદ્દ કર્યું

નવરાત્રિ વેકેશન મામલે આખરે આ વેકેશનને રદ્દ કરવાની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. ચુડાસમાએ કહ્યું કે આ વર્ષે સ્કૂલોમાં નવરાત્રિમાં વેકેશન નહીં અપાય. ગયા વર્ષથી નવરાત્રિમાં વેકેશન આપવાની જાહેરાત કરાઈ ત્યારે જ તેનો ભારે વિરોધ થયો હતો. સ્કૂલના સંચાલકોને તેની સામે વાંધો હતો. પરીક્ષાના સમય સાથે આ વેકેશન મળતું  હોવાથી નવરાત્રિનું વેકેશન સ્કૂલોને કોઈ સંજોગોમાં યોગ્ય લાગતું ન હતું.

નવરાત્રિ વેકેશનમાં જેટલા દિવસની રજાઓ હતી તેના લીધે દિવાળી વેકેશન ટૂંકું થઈ જતું હતું. જેના કારણે સુરત જેવા શહેરોમાં એવી સ્થિતિ સર્જાતી કે રત્ન કલાકારો ડાયમંડ ફેક્ટરીઓ મહિનો બંધ રહેતી હોવાથી વતનમાં જતા પરંતુ દિવાળી વેકેશન ટૂંકું થઈ જતાં તેમને કામ ન હોવા છતાં સુરત પાછું આવવું પડતું હતું કેમ કે બાળકોને સ્કૂલ માં વેકેશન વહેલું ખુલી જતું હતું.

સરકારની દલીલ હતી કે નવરાત્રિમાં જાગવાથી સ્ટૂડન્ટ્સને સવારે ઉઠવામાં તકલીફ પડે છે, એટલે હાજરી ઓછી રહે છે.  સંચાલકોનું કહેવું હતું કે મોટાભાગની સ્કૂલો બપોરની પાળીમાં ચાલતી હોવાથી વહેલા ઉઠવાનો કોઈ પ્રશ્ન જ નથી. બીજી તરફ શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20નું કેલેન્ડર જાહેર કર્યું છે.પ્રથમ સત્રમાં 8 દિવસનું વેકેશન રહેશે જે કેબિનેટના નિર્ણય બાદ રદ કરવામાં આવ્યું છે. 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. સત્રમાં 80 રજાઓ અને 246 દિવસના અભ્યાસના દિવસો રહેશે. ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 5 માર્ચ 2020થી શરૂ થશે.

Back to top button