Gujarat

સુરત: ખુશીનો માહોલ થોડા જ સમયમાં માતમ માં ફેલાઈ ગયો, માસુમ દીકરી પરિવારે ખોઈ

સુરતમાં એક યુવકનો ખુશીનો લગ્નપ્રસંગ કોઈના માટે માતમ રૂપ સાબિત થયાની ઘટના સામે આવી છે.જી હા અહી યુવકનો લગ્ન પ્રસંગ હતો જેમાં લાઈટનું ડેકોરેશન કરેલુ હતું અને સ્વાભાવિક છે કે લગ્ન જેવા ખુશીના માહોલમાં રાત્રીના સમયે ડેકોરેશન હોય જ છે પરંતુ યુવકના લગ્ન પ્રસંગ માટે કરવામાં આવેલી આ રોશની એક પરિવારની રોશની હંમેશા માટે છીનવી ગઈ. તમને જણાવી દઈએ કે આ ઘટના સુરતના ભેસ્તાન વિસ્તારની છે.

મળતી માહિતી અનુસાર સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં વાલ્મીકી આવાસમાં રહેતા યુવકના લગ્ન હતા જેને પગલે એના પરિવારમાં ખુશી નો માહોલ હતો અને રાત્રી લાઈટ ડેકોરેશન તતા મંડપ બનાવેલો હતો.આ સમયે યુવકની પીઠીની રસમ ચાલી રહી હતી એ જ વખતે નજીકના જ આવાસમાં રહેતા ખેરનાર પરીવારની નાની આઠ દસ વર્ષની દીકરી પોતાના પાંચ મિત્રો સાથે ત્યાં રમી રહી હતી અને રમતા રમતા અચાનક જ તે લાઈટના થાંભલાને અડકી ગઈ જેના કારને આ બાળકી સહિત ત્રણ બાળકોને કરંટ લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે આ નાની બાળકીનું નામ પ્રિયંકા ખેરવાર હતું. અને કરંટ લાગવાથી પ્રિયંકા બેભાન થઇ ગઈ હતી.

 

કરંટની આ ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા અને આ ઘટનાની જાણ થતા પ્રિયંકાના પરિવારજનો પણ ત્યાં દોડી આવ્યા હતા.બેભાન થઇ ગયેલી પ્રિયંકાને સારવાર અર્થે તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ ત્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ પ્રિયંકાને મૃત જાહેર કરી હતી.આ સમગ્ર ઘટના પછી પોલીસે પ્રિયંકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.આ સમગ્ર ઘટના ખુશીમાંથી દુખ માં ફેરવાઈ ગઈ અને પ્રિયંકાના પરિવારે પોતાની લાડલીને હંમેશા માટે ખોઈ નાખી જેના પગલે એના પરિવારમાં માતમ નો માહોલ છે.

Back to top button