Gujarat

ઉત્તર ગુજરાતમાં અનુભવાયેલા હળવા ભૂકંપના આંચકાથી લોકોમાં હતો ભયનો માહોલ,જાણો એનું એપી સેન્ટર

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ગઈકાલે રાત્રે ૧૦:૩૪ વાગ્યાના સુમારે ૮-૯ સેકેંડ જેટલો સમય ધરતી ધ્રુજતા ભૂકંપના હળવા આંચકાથી ઘરમાં રહેલા અને ધાબે સુતેલા  લોકો એકાએક ઘરની બહાર દોડી આવ્યા હતા. રાતે અચાનક ભૂકંપના હળવા આંચકાથી ધ્રુજેલી ધરતીથી પ્રજાજનોમાં થોડા સમય ,માટે ફફડાટ ફેલાઈ ગયો હતો. અંબાજી અને આબુ બાજુ ભૂકંપ થયો હોવાની લોકોમાં ચર્ચા હતી પરંતુ માનીએ તો સુન્ધા માતાથી ૩૪ કિલોમીટર અંતરે આ ભૂકંપનું એપી સેન્ટર હતું.અને આ ભૂકંપ ૪ ની તીવ્રતાથી આવ્યો હતો.

સાબરકાંઠા જીલ્લા અને અરવલ્લી જીલ્લામાં ભૂકંપની તીવ્રતા હોવાથી લોકોમાં થોડીવાર માટે ભય નો માહોલ જોવા મળ્યો હતો.  ભૂકંપના આંચકાના અનુભવ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં થલતેજ, સેટેલાઇટ અને વેજલપુર વિસ્તારમાં બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોને પણ થયો હતો.

તમને જણાવી દઈએ કે ગઈ કાલે રાત્રે એટલે કે બુધવારે રાત્રે ૧૦;૩૪ વાગ્યાની આસપાસ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકાની અસર થઇ હતી.આ અસર થતા લોકો દોડીને ખુલ્લામાં આવી ગયા હતા.અમુક જગાએ તો ઘરમાં વાસણો ખખડી ગયા હતા.૮-૧૦ સેકંડના આ થોડા સમયમાં આ આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ આવી ગયો હતો અને જેના પગલે મોડે રાત સુધી લોકોના ટોળેટોળા ખુલામાં બેસી રહ્યા હતા.જો કે આ ભૂકંપનો માત્ર હળવો આંચકો જ હતો જેના પગલે કોઈ જાનહાની થઈ નહોતી પણ થોડા સમય માટે લોકોમાં ભયનો માહોલ ચોક્કસ જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર ઉત્તરગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ૪. તીવ્રતાના ભૂકંપ નોંધાયો હતો બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ૭-૮ સેકન્ડ સુધી આવેલા ભૂંકપના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી ગયા હતા.તમને જણાવી દઈએ કે ભૂકંપના આંચકાની તિવ્રતા 4 ની આસપાસ છે. પાલનપુર, ડીસા, અંબાજી સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અને રાજસ્થાનના માઉન્ટ આબુ વિસ્તારમાં પણ ભૂકંપ ના આંચકાનો અનુભવ પ્રજાજનોને થયો હતો.

Back to top button