Ahmedabad

અમદાવાદીઓ ચેતી જજો,ટીમ “જેટ”નો પહેલા દિવસે જ સપાટો અધધધધ આટલો દંડ વસુલ્યો

અમદાવાદને ગંદુ કરનાર અમદાવાદીઓની હવે ખેર નથી.તમને જણાવી દઈએ કે અમદાવાદને ગંદુ કરનાર લોકો સામે કડક પગલા લેવાના શરુ થઇ ગયા છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા અલગ અલગ વોર્ડમાં જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની કામગીરીની ગુરુવારના રોજ શરુ કરવામાં આવી હતી. જેમાં જાહેરમાં ગંદકી કરનાર, થૂંકનાર, પેશાબ કરનાર, કચરો ફેંકનાર, દિવાલ પર પોસ્ટર લગાડનાર, આડેધડ પાર્કિંગ કરનાર, પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનાર, રોડ પર શેડ લગાવનાર અને હંગામી દબાણ કરવા જેવા વિવધ કૃત્યો કરનાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી જેનો અમલ પણ ચાલુ થઇ ગયો છે.

ટીમ ‘જેટ’ દ્વારા શહેરમાં પહેલા જ દિવસે ઈ-રિક્ષામાં પેટ્રોલિંગ કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારા 1811 લોકો સામે તાત્કાલિક કાર્યવાહીના ભાગ રૂપે તાત્કાલિક જ દંડ ફટકારવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે પહેલા દિવસે અંદાજિત 50 જોઈન્ટ ઈન્ફોર્સમેન્ટ ટીમો (જેટ) દ્વારા આડેધડ પાર્કિંગ કરનારા, પ્રતિબંધિત પ્લાસ્ટિક યુઝ કરનારા, જાહેરમાં થૂંકનારા કે પેશાબ કરનારા લોકો પાસેથી આશરે  15.61 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરી નખાયો હતો.

સમગ્ર તી મેટ માં એવું છે કે મ્યુનીસીપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસે સંયુક્ત રીતે શહેરના દરેક વોર્ડમાં ઈ-રિક્ષા દ્વારા જેટ ટીમોનું પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ઈ-રિક્ષામાં એક ડ્રાઈવર, બે પોલીસ વિભાગના જવાનો, એસ્ટેટ ખાતાના ઈન્સ્પેક્ટર અને હેલ્થ વિભાગના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર સહિત 5 લોકોની ટીમ હોય છે જે ગુનાહિત કૃત્ય કરનાર સામે તાત્કાલિક પગલા લે છે.

અમદાવાદમાં ટીમ જેટ થી કેટલો બદલાવ આવશે એતો હવે આગામી દિવસોમાં ખબર પડી જશે પરંતુ એક વાત તો ચોક્કસ છે કે મ્યુનીસીપલ અને પોલીસ ના આ સંયુક્ત પગલાથી કચરો અને ગંદકી ઓછી થશે.

Back to top button