Bjp

અમિતશાહને દિલ્હીમાં રહેવા માટે આ બંગલો મળી શકે છે,જુઓ

ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં ઐતિહાસિક સીટો સાથે જબરદસ્ત જીત મેળવી છે અને પોતાની પાર્ટીની સરકાર બનાવી છે આ જીત પાછળ સંઘ્થાન લેવલે ભાજપના ચાણક્ય અમિતશાહ નો પણ ખુબ જ ફાળો રહેલો છે.ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહે ગાંધીનગર સીટ પર થી ૫ લાખ થી વધારે જંગી મતોથી જીતીને લોકસભામાં ગયા છે.એમના માટે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પર જંગી મતોથી જીતીને ચૂંટાયેલા ભાજપનાં સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીમાં રહેવા માટે પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયી રહેતા હતા એ બંગલો ફાળવવામાં આવી શકે છે મીડિયાના સુત્રો દ્રારા આ માહિતી મળી આવી છે.

મળતી માહિતી અનુસાર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અવસાન બાદ ખાલી પડેલ દિલ્હીના કૃષ્ણમેનન માર્ગ સ્થિત એમનો બંગલો અમિત શાહને ફાળવવામાં આવી શકે છે.ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયી આ બંગલામાં વર્ષ 2004થી રહેતા હતા. અને અમિત શાહની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ બંગલો તેમને ફાળવવામાં આવે તેવી શક્યતા છે.

અમિત શાહ અત્યારે રાજ્યસભા સાંસદ તરીકે તેમને ફાળવવામાં આવેલ અકબર રોડ સ્થિત 11 નંબરના બંગલામાં રહે છે. અહી ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં જીત્યા બાદ અમિત શાહે રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામુ આપી દીધું છે.સૂત્રોથી મળતી માહિતી અનુસાર વાજપેયી રહેતા હતા તે બંગલાની અમિત શાહે મુલાકાત પણ લીધી હતી અને તેમાં હાલ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે.

Back to top button