India

ખરાબ રોડ બનાવ્યો તો ધારાસભ્યએ સરકારી અધિકારીને 100 ઉઠબેસ કરાવી

ઓડિસામાં બીજેડી ના નવા ચૂંટાયેલા ધારાસભ્યનો એક વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. પટનાગઢના ધારાસભ્યએ જાહેરમાં એક સરકારી કર્મચારીને ઉઠબેસ કરવા માટે મજબૂર કર્યો હતો બાદમાં તે વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. પોતાના વિસ્તારમાં રોડની ખરાબ કામગીરી  લઈને સરકારી કર્મચારીને આ રીતે સજા આપી હતી. ધારાસભ્ય સરોજ કુમાર મહર છે તેઓ એક વીડિયોમાં PwD વિભાગના કર્મચારીને ઉઠબેસ કરાવતા દેખાય છે. સરકારી કર્મચારીને લોકો સામે 100 વખત ઉઠબેસ કરાવાઈ.

રોડની ખરાબ ગુણવત્તાના કારણે કર્મચારીએ માફી માંગી હતી. વિડીયો વાઇરલ થયા બાદ ધારાસભ્ય સરોજ કુમાર મેહર સાથે મીડિયાએ વાત કરી તો તેમણે કહ્યું કે અમે રોડની ગુણવત્તાનું પરિક્ષણ કર્યું. અમને ગુણવત્તા અસંતોષજનક મળી એટલે સ્થાનિક લોકોમાં એન્જિનિયર વિરુદ્ધ આક્રોશ પેદા થયો. તેમણે મને સજા આપવા માટે કહ્યું. વીડિયો વાઈરલ થયા બાદ પોતાની નિંદા થવાના ડરના કારણે ધારાસભ્યના સુર વીડિયોની તુલનામાં હાલ બદલાઈ ગયા હોય તેવું લાગી રહયું છે.

Back to top button