AhmedabadGujarat

અમદાવાદમાં આવતીકાલે 45 ડિગ્રી ગરમી આગાહી, કોર્પોરેશને રેડ એલર્ટ જાહેર કર્યું

ગુજરાત સહીત દેશભરમાં ગરમી ઓછી થવાનું નામ નથી લઈ થી.લોકો પરેશાન થઇ ગયા છે અને વરસાદના પણ કોઈ એંધાણ હાલ દેખાતા નથી એવામાં અમદાવાદ શહેરમાં આવતી કાલે ગરમી 45 ડિગ્રીની આસપાસ રહે તેવી આગાહી કરવામાં આવી છે.તેના  પગલે શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. AMC દ્વારા  તમામ કન્સ્ટ્રક્શન સાઇટો પર બપોરે 12થી 4 દરમિયાન કામગીરી બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે તેમજ કામદારો માટે  પાણીની વ્યવસ્થા કરવાની પણ સૂચના અપાઇ છે.

કોર્પોરેશન અને ટ્રાફિકની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ તપાસ કરી શકે છે અને જો સૂચના મુજબ કામગીરી નહીં દેખાય તો દંડ પણ વસૂલ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનનાંં સફાઇ કર્મીઓ બપોરે 3 વાગ્યાની જગ્યાએ સાંજે 5 વાગે કામ કરશે. બગીચામાં છાશનું વિતરણ કરાવવું। બીઆરટીએસ બસ સ્ટોપ અને એમટીએસ બસ સ્ટોપ પર ઓઆરએસનું વિતરણ કરવાની સૂચના અપાઈ છે.

Back to top button