News

યુપી:બે વર્ષની નાની બાળકીની નિર્દયતા પૂર્વક થઇ હત્યા,જાણો સમગ્ર મામલો

હમણાં હમણાં એક હદયકંપી ઘટના સામે આવી છે તમને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશમાં 10 હજાર રૂપિયાના દેવાના વિવાદમાં 2 વર્ષની બાળકીની ક્રૂર હત્યા કરવામાં આવી છે. નાની બાળકીની આ હત્યા બાદ સોશયલ મીડિયા પર લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે આ ઘટના અલીગઢ જિલ્લાના ટપ્પલની છે. તમને જણાવી દઈએ કે આ નાની બાળકીની લાશ 2 જૂને તેના ઘરની પાસે કચરાના ઢગમાંથી મળી આવી હતી.આ હત્યા એટલી ક્રૂર હતી કે તેનો એક હાથ ગુમ હતો અને આંખો પણ બહાર નીકળેલી હતી.આ સમગ્ર ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.અને શુક્રવારે આ ઘટનાની તપાસ માટે SIT પણ બનાવાઈ હતી. અને ઘટના પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ , અભિનેતા આયુષ્માન ખુરાના જેવી તમામ હસ્તીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે જણાવ્યું છે કે બાળકી સાથે દુષ્કર્મ નથી થયું, પરંતુ શ્વાસ રુંધાવાના કારણે આ બાળકીનું મોત થયું હતું. જો કે પરિવારે દુષ્કર્મની આશંકા વ્યક્ત કરી છે.આ સમગ્ર ઘટના વિષે પોલીસના કહ્યાં પ્રમાણે, આરોપી જાહિદે બાળકીના દાદા પાસેથી 50 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. જેમાંથી 10 હજાર રૂપિયા આપવાના બાકી હતા. બાકીના પૈસા ન આપ્યા હોવાથી બાળકીના દાદાએ જાહિદ સાથે બોલાચાલી કરી હતી.અને તેને પરિવારને બદલો લેવાની ધમકી પણ આપી હતી. અને ત્યારબાદ 30 મેના રોજ જાહિદે બાળકીનું અપહરણ કર્યું અને હત્યા કરીને સાથી અસલમની મદદથી લાશને ઠેકાણે પાડી દીધી હતી.

ત્યાના ADG આનંદ કુમારે જણાવ્યું હતું કે એસપી ગ્રામીણના નેતૃત્વમાં હત્યાની તપાસ માટે SIT બનાવવામાં આવી છે. અને ફોરેન્સિક ટીમે ઘટના સ્થળેથી મહત્વના જરૂરી પુરાવાઓ એકઠા કર્યા હતા. અને એ પણ કહ્યું હતું કે બાળ અપરાધ સાથે સંબંધિત પોક્સો એક્ટ અને રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. SSP આકાશ કુલહરિએ કહ્યું કે, આરોપીઓ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરાવવાનો પ્રયાસ કરશે.તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના બાદ 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટના બાદ બાળકીની માતાએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, એક સફાઈકર્મીની સૂચના પર ઘટનાસ્થળે પહોંચીને એમણે જોયું તો તેમને દિકરીના શરીર પરથી એક હાથ ગાયબ હતો, એક પગ પણ તૂટેલો હતો. તેની આંખો પણ એસિડથી બળી ગઈ હતી. માતાએ પોતાની લાગણી ઠાલવતા કહ્યું હતું કે કોણ જાણે કેમ આરોપીઓએ દિકરી સાથે આવું કર્યું હશે.માતા એ રોષ ઠાલવતા એ પણ કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે આરોપીઓને મોતની સજા મળે. નહીં તો તેઓ 7 વર્ષ બાદ જેલમાંથી છૂટીને ફરી આવુ કૃત્ય કરશે.વધુમાં એમણે એવું પણ કહ્યું હતું કે આરોપીના પરિવારજનોની પણ ધરપકડ થવી જોઈએ.

યોગીના મંત્રીએ કહ્યું હતું કે આવી ઘટનાઓ બનતી રહેશે, ઉત્તરપ્રદેશ સરકારમાં કૃષિ મંત્રી એવા સૂર્ય પ્રતાપ શાહીએ આ સમગ્ર હદયકંપી ટપ્પલ હત્યાકાંડ પર કહ્યું તે, આવી ઘટનાઓ તો બનતી રહે છે. પરંતુ ત્યારબાદ સરકાર કડકાઈથી કામ કરી રહી છે.અને આ જ કારણ છે કે રાજ્યમાં ગુનાઓનો ગ્રાફ ઓછો થયો છે.

આ ઘટના પર રાહુલગાંધી અને પ્રિયંકાગાંધીએ ટવીટ કરીને પોતાનું દુખ વ્યક્ત કરતા કહ્યું છે કે અલીગઢ માં માસુમ બાળકી સાથે થયેલી અમાનવીય ઘટનાએ હલાવી નાખ્યા છે આપણે આ કેવો સમાજ બનાવી રહ્યા છીએ? વધુમાં કહ્યું હતું કે માતા પિતા પર સુ વીતતી હશે એ વિચારી ને હદય દ્રવી ઉઠે છે અપરાધીઓને સખ્ત સજા થવી જોઈએ એવી માંગ કરી છે.

Back to top button