InternationalNarendra Modi

ઈમરાનખાને લખ્યો મોદીને પત્ર, કાશ્મીર સહીત તમામ વિવાદિત મુદ્દે ઉકેલ લાવવા માંગે છે.

ઇમરાન ખાને નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો જે વિષે પાકિસ્તાની મીડિયાથી ખબર મળી હતી કે જંગી સીટો સાથે ઐતિહાસિક સરકાર બનાવવા બદલ પાકિસ્તાન ના પીએમ ઇમરાન ખાને શુભેચ્છા પાઠવવા નરેન્દ્રમોદીને પત્ર લખ્યો હતો. પાકિસ્તાની મિડીયાથી એ પણ જાણવા મળ્યું છે કે ઇમરાનખાન કાશ્મીર સહીત દરેક વિવાદિત મુદ્દે ભારત સાથે મળીને ઉકેલ લાવવા માંગે છે.આપણા સરકારી સુત્રોથી મળતી માહિતી અનુસાર નરેન્દ્ર્મોદીની જીત પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને ઘણી વખત ભારત સાથે વાતચીત માટે પ્રસ્તાવ મુક્યો છે પરંતુ ભારત આતંકવાદ સાથે વાત નાં કરવા પર અડગ છે.

સુત્રોથી મળતા રિપોર્ટ્સ પ્રમાણે,જ્યારે આ પત્ર દિલ્હી પહોચ્યો પછી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટ દરમિયાન ઈમરાન અને મોદી વચ્ચે દ્વીપક્ષીય વાતચીત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ સમિટ 13-14 જૂને કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં થવાની છે. ઈમરાનખાન દક્ષિણ એશિયામાં શાંતિ, સદ્ભાવના અને ગરીબી સાથે લડવા માટે બંને દેશો વચ્ચેના તમામ વિવાદોનો ઉકેલ લાવવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે એસસીઓ સમિટમાં મોદી અને ઈમરાન વચ્ચે દ્વીપક્ષીય વાતચીતને લઈને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમાર નકારી ચૂક્યા છે.એમણે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી બિશ્કેકમાં થનારી એસસીઓ સમિટમાં મોદી અને ઈમરાન વચ્ચે કોઈ પ્રકારની બેઠક થવાની નથી.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના વિદેશ સચિવ સોહેલ મહમૂદની ભારત મુલાકાત વિશે રવિશ કુમારે એ પણ જણાવ્યું છે કે, આ તેમની પર્સનલ યાત્રા હતી. તેમની સાથે કોઈ પણ ઓફિશિયલ બેઠક થઈ નથી. સોહેલ બુધવારે દિલ્હી આવ્યા હતા અને એમણે ઈદના દિવસે જામા મસ્જિદમાં નમાઝ કરી હતી.પરંતુ તમને જણાવી દઈએ કે તેમની આ ભારત મુલાકાત પછી એસસીઓ સમિટમાં મોદી-ઈમરાન ખાનની મુલાકાત વિશે અટકળો શરૂ થઈ ગઈ છે.

અહી ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન  ૨૦૧૮ ઓગસ્ટમાં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે. ત્યારપછી તેમણે ઘણી વખત મોદીને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. તેમણે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે શુભેચ્છા પણ પાઠવી હતી.તમને જણાવી દઈએ કે આ બંને નેતાઓ વચ્ચે ડિસેમ્બર 2015માં મુલાકાત થઈ હતી. જ્યારે તહરીક-એ-ઈંસાફ પાર્ટીના ચીફ તરીકે ઈમરાન ભારતની મુલાકાતે આવ્યા હતા એ વખતે આ બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઇ હતી. પરંતુ તમને જણાવી દઈએ કે પઠાનકોટ એરબેઝ પર હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની ઓફિશિયલ વાતચીતમાં હજી સુધી ભાગ લીધો નથી.ભારતનું કહેવું છે કે, દ્વીપક્ષીય વાત અને આતંક સાથે સાથે ન ચાલી શકે. અને તેથી ભારત સાથે વાતચીત કરવા પાકિસ્તાને આતંકનો સાથ આપવાનું બંધ કરવું પડશે.

અહી ઉલ્લેખનીય છે કે આ પહેલાં વર્ષ 2017 માં કઝાકિસ્તાનના અસ્તાનામાં એસસીઓ સમિટ દરમિયાન બંને દેશોના વડાપ્રધાનની મુલાકાત થઈ હતી. પરંતુ એ વખતે ઓફિસર્સ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે એ વખતે કોઈ ઓફિશિયલ વાતચીત નહતી થઈ અને મોદીએ માત્ર શરીફના સ્વાસ્થય વિશે પૂછ્યું હતું.

Back to top button