International

બલિદાન બેઝ મુદ્દે ICC તરફથી મહેન્દ્રસિંહ ધોનીને લાગ્યો મોટો ફટકો,જાણો વિગતે

મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં પહેરેલા ગ્લવ્સ અત્યારે વિવાદનો મુદ્દો બની ગયો હતો.જેમાં  ICC વર્લ્ડ કપ દરમિયાન સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચ દરમિયાન બલિદાન બેઝ પહેરવાને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. આ ચાલી રહેલા વિવાદ વચ્ચે ઈન્ડિયન આર્મીએ ધોનીના આ વિવાદથી પોતાને અલગ કરતા કહ્યું હતું કે, વિકેટકીપર-બેટ્સમેનનો આ અંગત નિર્ણય છે.

GOC ઇન સી સાઉથ વેસ્ટર્ન કમાન લેફ્ટનન્ટ જનરલ ચેરિશ મેથસને જણાવ્યું હતું કે, પોતાના ગ્લવ્સ પર બલિદાન બેઝનો ઉપયોગ કરવો ધોનીનો અંગત નિર્ણય છે. અને એનાથી સેનાને કઈ લેવા દેવાનું થતું નથી. તેમણે કહ્યું હતું કે, ICC આ સંબંધમાં નિર્ણય લેવા માટે પોતે સ્વતંત્ર છે.તમને જણાવી દઈએ કે બલિદાન સેનાની પેરાશૂટ રેજિમેન્ટની સ્પેશિયલ ફોર્સનું આ પ્રતીક ચિન્હ છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ પોતાનો ફાઇનલ નિર્ણય સંભળાવી દીધો છે. અને કહ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોની પોતાના ગ્લવ્સ પર બલિદાન બેઝ નહીં રાખી શકે.આ નિર્ણયની વચ્ચે ગઇકાલ સુધી બલિદાન બેઝ રાખવા પર અડગ રહેલો ધોની હવે શું કરશે તે હવે જોવું રહ્યું. પરંતુ માની લો કે ધોની હજુ પણ પોતાની વાત પર અડગ રહીને ગ્લવ્સ પર બલિદાન બેઝ રહેવા દે તો શું થાય એ જાણીએ.

તમને જણાવી દઈએ કે હવે મહેન્દ્રસિંહ ધોની પાસે બે જ વિકલ્પ બચ્યા છે. એક તો તે પોતાના ગ્લવ્સ બદલી નાખે અથવા ગ્લવ્સ પર બલિદાન બેઝ ઢાંકવા માટે તેના પર ટેપ લગાવી દે. જો ધોની રવિવારના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં બલિદાન બેઝના ગ્લવ્સ સાથે રમવા ઉતર્યો  તો ICC તેના પર ફટકાર લગાવી શકે છે. તમને જણાવી દઈએ કે આનાથી જોડાયેલો બીજો ગુનો 12 મહિનાની અંદર થાય તો મેચ ફીના 25% દંડ ભરવો પડે છે. અને જો ત્રીજીવાર આ ગુનો થાય તો મેચ ફીના 50% દંડ અને ચોથી વાર જો આ ગુનો થાય તો મેચ ફીના 75% સુધીની રકમ કાપવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે ICC એ BCCIને કહ્યું કે, ધોની ફરીવાર આ ગ્લવ્સ પહેરીને મેદાન પર ના ઉતરે. તેની પાછળ ICC એ G-1 નિયમનની દલીલ પણ કરી, જે કહે છે કે કોઈ ધાર્મિક, રાજકીય કે પછી નસ્લીય સંદેશ જાય કે પછી કોઈની ભાવનાઓ દુભાય એવ ચિન્હનો ઉપયોગ કરીને મેદાનમાં ના ઉતરી શકે.

તમને જણાવી દઈએ કે BCCI ના CEO વિનોદ રાયે કહ્યું હતું કે, અમે BCCI તરફથી ICCને સૂચના મોકલી આપી છે કે, ધોનીના ગ્લવ્સ પર જે બલિદાનનું ચિહ્ન છે તેનો કોઈ વ્યાવસાયિક અને ધર્મના સંકેત સાથે કોઈ લેવા દેવા નથી. જેમ આપણે સૌ જાણીએ છીએ, તો તેને તેની અનુમતિ જલદી મળી શકે છે. જોકે, વિનોદ રાયની આશાઓથી વિરુદ્ધ ICC એ પણ પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો છે.

અહી ઉલ્લેખનીય છે કે બુધવારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી મેચ દરમિયાન  મહેન્દ્ર સિંહ ધોની ખાસ પ્રતીક ચિહ્નની સાથે વિકેટકીપિંગ કરતા દેખાયો હતો. ત્યારબાદ તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા જેના બાદ આ વિવાદ વકળ્યો હતો.

Back to top button