Gujarat

હવામાન વિભાગ દ્રારા હજી પણ ગરમી યથાવત રહેવાની આગાહી,જાણો ક્યારે થશે ગુજરાતમાં વરસાદનુ આગમન

અત્યારે આકાશમાંથી વરસી રહેલી અગન જ્વાળાઓ જેવી ગરમીથી સૌ કોઈ પરેશાન છે.ગરમીનો પારો ખુબ જ ઉંચો છે સતત બે અઠવાડિયાથી લગભગ 40 ને પાર જ રહ્યો છે.અને હજી પણ આવું જ તાપમાન સતત આવતા અઠવાડિયે પણ જળવાયેલું રહેશે તેવી સંપૂર્ણ સંભાવનાઓ છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ડીસા સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કારઝાર ગરમી લોકોને બાળી રહી છે. આટલી બધી ગરમીની વચ્ચે હવામાન ખાતાએ રાજ્યમાં વરસાદના આગમનની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી અઠવાડિયાના હવામાનની સ્થિતિ અંગે વાત કરીએ તો હજી પણ ગરમી લોકોને પરેશાન કરતી જ રહેશે. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર 40-41 ડિગ્રી પર રહેશે,જયારે લઘુત્તમ તાપમાન 30ની આસપાસ રહેશે. અઠવાડિયાની શરુઆતમાં એટલે કે આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં મહિસાણા સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 44 સુધી પહોંચશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

અહી ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારે રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર તથા સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં ગરમ પવનો યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા ગરમીનું પ્રમાણ સોમવારે વધારે રહેવાનું છે તે અંગે લોકોને સીધા તડકાના સંપર્કમાં ના આવવા અને હળવા સુતરાઉ કપડા પહેરવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. અને સાથે સાથે જો તડકામાં જવાનું થાય તો માથું ઢંકાય તે રીતે ટોપી, કપડા કે છતરીનો ઉપયોગ કરવાની સલાહ પણ હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે.

મંગળવારે પણ ગરમીનો પારો ઉંચો  રહેશે અને સોમવારે જે વિસ્તારોમાં સાવધાની રાખવાની સલાહ હવામાન વિભાગે આપી છે તેવી જ સલાહનું પાલન મંગળવારના દિવસે પણ કરવાની સૂચના આપવામાં આવી છે.હવામાન વિભાગ દ્રારા 11 અને 12 તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોમાં સામાન્ય વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જયારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વર્ષે રાજ્ય સહિત દેશભરમાં સખત ગરમીનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે, પાછલા અઠવાડિયામાં રાત્રે પણ રાજ્યમાં તાપમાનનો પારો 30-31ની આસપાસ રહેવાના કારણે લોકો રાત્રે સારી રીતે ખુલ્લામાં સૂઈ પણ નથી શકતા. ગરમીના કારણે પરસેવો થવાથી મધ્ય રાત્રીએ લોકોને ઊંઘ ઉડી જવાની સમસ્યા સતત સતાવી રહી છે. આવામાં હવામાન વિભાગ દ્વારાઆગામી અઠવાડિયા પણ લોકોને ગરમીથી બચાવ માટે સૂચના આપવામાં આવી છે.

Back to top button