India

ઇન્ડિયન એરફોર્સે કરી મોટી જાહેરાત, ગૂમ થયેલા AN-32 Planeની માહિતી આપનારને મળશે આટલુ ઇનામ,જાણો વિગતે

ઇન્ડિયન એરફોર્સના વિમાન AN-32 ને ગુમ થયે આજે ૬ દિવસ થયા છે પરંતુ હજી સુધી કોઈ ઠોસ સમાચાર મળ્યા નથી. આ ગુમ થયેલું વિમાન જલ્દી મળી જાય એ માટે ઇન્ડિયન એરફોર્સ તમામ પ્રયત્નો કરી થયું છે.આ દરમિયાન વાયુસેનાને આ વિમાનની પૂરતી જાણકારી આપનારને રુ.5 લાખનું ઈનામ પણ જાહેર કર્યું છે.તમને જણાવી દઈએ કે ડીફેન્સ પી.આર.ઓ. વિંગ કમાંડર રત્નાકર સિંહએ શિલોંગમાં જણાવ્યું કે એરમાર્શલ આર.ડી. માથુર, AOC ઇન કમાંડ ઇસ્ટર્ન એર કમાંડે રુ. 5 લાખનું ઈનામ જાહેર કર્યું છે. આ ઈનામ AN-32ની યોગ્ય અને સાચી માહિતી આપનાર વ્યક્તિ કે સમૂહને આપવામાં આવશે.

વિંગ કમાન્ડર રત્નાકરે આ ગુમ થયેલા વિમાન ની જાણકારી આપવા માટે સંપર્ક નંબરો પણ જાહેર કાર્ય છે અને કહ્યું છે કે, ગૂમ થયેલા વિમાનના લોકેશન અંગે માહિતી 0378-3222164, 9436499477, 9402077267, 9402132477 આ નંબરો પણ સંપર્ક કરીને માહિતી આપી શકાય છે. જણાવી દઈએ કે છેલ્લા 6 દિવસથી ઇન્ડિયન એરફોર્સ પોતાના આ ગૂમ થઈ ગયેલા વિમાનને શોધવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યું છે. તેમની સાથે અરુણાચલ સરકાર અને અન્ય તપાસ એજન્સીઓ પણ રાત-દિવસ આ વિમાન ને શોધવાના મિશનમાં જોડાઈ ગઈ છે.

અહી ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ શનિવારના રોજ અસમના જોરહાટમાં વાયુસેના સ્ટેશનની મુલાકાત લીધી અને ચાલી રહેલ સર્ચ અભિયાનની સંપૂર્ણ માહિતી લીધી. તેને સર્ચ ઓપરેશન અંગ વિસ્તૃત માહિતી આપી અને અત્યાર સુધીના પ્રાપ્ત થયેલ તમામ માહિતીથી અવગત કરાયા છે. તો ભારતીય વાયુસેના પ્રમુખે વિમાનમાં સવાર અધિકારીઓના પરિવારોની સાથે પણ વાતચીત કરી હતી.

વિમાનની માહિતી મેળવવામાં વિભિન્ન એજન્સીઓ લાગી ગઇ છે.તમને જણાવી દઈએ કે ઇસરો પણ આ ગુમ થયેલા વિમાનને શોધવાના મિશનમાં સામેલ છે. વાયુસેના એ રજૂ કરેલા નિવેદનમાં કહ્યું કે સર્ચ ઓપરેશનમાં કેટલીય એજન્સીઓ લાગી ગઇ છે. આ કામમાં ઇસરો પર મદદ કરી રહ્યું છે. જંગલ પહાડ હોવાથી કેટલાંય પ્રકારના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

Back to top button