Crime

મોબ લિંચિંગની વધુ એક ઘટના સામે આવી,ટોળાએ માતા અને તેના પુત્રને મારી મારીને મોતને ઘાટ ઉતાર્યા

થોડા સમય પહેલા દેશભરમાં મોબ લિંચિંગની ઘટનાઓમાં કારણે લોકોના ટોળા વગર કારણે કે વગર ઘટનાની જાણકારીને સમજે હત્યાઓ નીપજાવવા લાગ્યા હતા. આવી વધુ એક ઘટના હમણાં હમણાં સામે આવી છે.આ મોબ લીન્ચિંગ ની ઘટના આસામના તિનસુકિયા જિલ્લામાં બની છે.આ ઘટનામાં તિનસુકિયા જીલ્લામાં એક મહિલાનો મૃતદેહ મળ્યા બાદ લોકોના ટોળાએ એક મહિલા અને તેના પુત્રને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે એવા સમાચાર સાંભળવા મળ્યા છે.સુત્રો થકી એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ જ્યારે આ સમગ્ર ઘટના થઇ રહી હતી ત્યારે પોલીસ પણ ત્યાં જ તમાશો જોતી હતી પણ તેમણે કાંઈ હાથપગ હલાવવાનું યોગ્ય સમજ્યું ન હતું.

 

ઉલ્લેખનીય છે કે આસામના તિનસુકિયા જિલ્લામાં રંગપુરી ખાતે છેલ્લા બે દિવસથી મહિલા પોતાના બંને બાળકો સાથે ગુમ થઇ ગયેલી હતી.અને સ્વજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે આ મહિલા તેના સાસરિયાઓના ત્રાસથી તે કંટાળેલી હતી. શનિવારે તેનો મૃતદેહ ત્યાંના એક શોચાલય પાસેથી મળી આવ્યો હતો. જેનાથી મહિલાના સ્વજનો ખુબ ગુસ્સામાં ભરાયા હતા. તેમણે ગામના લોકોને ભેગા કરી મહિલાના ઘર પર હુમલો કર્યો અને ભીડ બાદમાં પોતાની સમજ શક્તિ જ ગુમાવી બેઠી અને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાની માહિતી મળી રહી છે.

આ ઘટનામાં લોકોના ટોળાએ મહિલા અને તેના પરિવારને ઘરની બહાર કાઢીને લાકડી, ડંડાથી માર માર્યો હતો. આ ઘટનામાં સાંભળવામાં આવ્યું છે કે ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં આવી ગઈ પરંતુ ગામના લોકોનો ગુસ્સો જોઈ ત્યાં જ એક તરફ ઊભી રહી ગઈ. જોકે બાદમાં પોલીસે ઘાયલોને સારવાર માટે મોકલવાનો પ્રયત્ન કર્યો પરંતુ રસ્તામાં જ તેમનું મોત થઇ ગયુ હતુ.

Back to top button