CrimeGujarat

સાબરકાંઠામાં ૬ મહિનાથી આ જગ્યાએ મૃતદેહ હજી લટકી રહ્યો છે,જાણો શું છે મૃતદેહ લટકાવીને માંગવામાં આવતી સમગ્ર ન્યાય પ્રક્રિયા

સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકામાં જાન્યુઆરી મહિનામાં એક હત્યા થઇ હતી જેનો મૃતદેહ હજી પણ ઝાડ પર લટકાવી રાખવામાં આવ્યો છે.સાબરકાંઠા જીલ્લાના આદિવાસી ગામ ટાઢી વેદીમાં એક શવ છેલ્લાં 6 મહિનાથી લીમડાના એક ઝાડ પર લટકી રહ્યું છે. ચાદમાં લપેટેલ આ મૃતદેહ ભાતિયાભિયા ગામરનું છે, જેનું જાન્યુઆરીની શરૂઆતમાં રહસ્યમયી પરિસ્થિતિઓમાં મોત થયું હતું. આ ટાઢીવેદી ગામ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ગુજરાત-રાજસ્થાન બોર્ડરથી 2 કિમી દૂર આવેલું છે.

22 વર્ષના યુવાન ગામરનો મૃતદેહ પહેલા પોશિનાની નજીક એક ઝાડ સાથે લટકેલું મળ્યું હતું.આ સમગ્ર ઘટનામાં તેના પિતા મેમનભાઈ માની ચુક્યા છે કે તેણે આત્મહત્યા કરી હતી. પરંતુ ગામરના બાકીના તેમના સંબંધીઓનું માનવું છે કે તેની હત્યા કરવામાં આવી હતી. સબંધીઓના જણાવ્યા અનુસાર, જે યુવતી સાથે તે પ્રેમ કરતો હતો,તે છોકરીના જ પરિવારે તેની હત્યા કરી નાંખી છે.

ગામરના પિતરાઈ ભાઈ નિમેશે એવું જણાવ્યું હતું કે,ગામર ના મૃતદેહ પર મારપીટના નિશાન હતા. અને તેના ચહેરા પર કોઈ ભારે પદાર્થથી હુમલો કરવામાં આવ્યો હતો.અને એના ભાઈ નિમેશે એવું પણ જણાવ્યું હતું કે યુવતીના પરિવારજનોએ ગામરને ચેતવણી આપી હતી કે જો તે તેની સાથે રિલેશનશિપ ચાલુ રાખશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.

તમને જણાવી દઈએ કે  આ મૃતદેહ જમીનથી આશરે 15 ફૂટની ઊંચાઈ પર લટકી રહ્યું છે, આ સમગ્ર ઘટના અંગે ગામના કાકીએ કહ્યું હતું કે, આ દ્રશ્ય જોઈને કદાચ કોઈનું મન વિચલિત થાય કારણ કે આ વિસ્તાર સુમસામ છે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં લોકો આ રીતે જ ન્યાયની માગ કરી રહ્યા છે. તેના કાકીએ વધુમાં કહ્યું હતું કે, જેમણે પણ આ કૃત્ય કર્યું છે, તેમણે આગળ આવવું જોઈએ અને પરિણામોનો સામનો કરવો જોઈએ. ત્યાં સુધી, શવ આ રીતે જ ઝૂલતું રહેશે, ન્યાય માગતુ રહેશે એવું પણ એમણે કહ્યું હતું.

તમને જણાવી દઈએ કે પોશિના, ખેડબ્રહ્મા, વડાલી અને વિજયનગરના આદિવાસી વિસ્તારોમાં ન્યાય માગવાની આ પરંપરા ચડોતરુના નામથી જાણીતી છે, જે પેથીઓ દરપેઢીઓથી ચાલી આવી રહી છે. આ પરંપરા અંતર્ગત કોઈ અપ્રાકૃતિક મૃત્યુ, જેમાં હત્યાની આશંકા હોય કે મામલામાં આરોપીઓ દ્વારા વળતરની માગ કરવામાં આવતી હોય.અને જે પૈસા મળે, તે પીડિત પરિવાર અને સમુદાયના નેતાઓમાં વહેંચી દેવામાં આવે છે. આ પરંપરા ડુંગરી ગરાસિયા ભીલ આદિવાસીઓમાં વધારે પ્રચલિત છે, જે લોકો દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ કરતા વધુ આ પરંપરાને પસંદ કરે છે.

ઉલ્લેખનીય છે ચડોતરની શરૂઆત જયારે એક પક્ષ બીજા પક્ષને આરોપી જાહેર કરે ત્યારે શરૂઆત થાય છે.ત્યાર બાદ બંને પરિવાર વાતચીત માટે સમુદાયના વૃદ્ધોની પાસે જાય છે.આ સમગ્ર સમાધાન બાદ મળતા વળતરના 10 ટકા વૃદ્ધોને મળે છે. તમને જણાવી દઈએ કે વળતર નક્કી કરવામાં સંબંધિત પક્ષની આર્થિક ક્ષમતા, સામાજિક મોભો, વગેરે બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. મોટાભાગે પૈસાની માગ 50-60 લાખ રૂપિયાથી શરૂ થાય છે પરંતુ જે અંતે 5-6 લાખ રૂપિયા સુધી આવી શકે છે. અને સમગ્ર વાતચીતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વળતરની રકમમાંથી જ ગોળ ખરીદવામાં આવે છે, જેને ત્યાં હાજર તમામ લોકોમાં વહેંચવામાં આવે છે.

Back to top button