BjpGujarat

ઊંઝા મર્કેટયાર્ડમાં આજે થશે મતદાન જેમાં ભાજપના જ બે જૂથો આમને સામને, જાણો સંપૂર્ણ વિગત

કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં પેટા ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા આશાબેન પટેલે ઊંઝા રાજકારણમાં ઉથલપાથલ ના સંકેતો આપી દીધા હતા પરંતુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં તો ભાજપ જીતી ગયુ છે. હવે આજે યોજાઈ રહેલ ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરની હાઇ વોલ્ટેજ ચૂંટણીને લઇ સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્તેજનાનો માહોલ છવાયેલો છે.ઊંઝા માર્કેટયાર્ડ માં કોની જીત થશે એતો હવે આવનાર પરિણામ જ બતાવશે.

તમને જણાવી દઈએ કે આ ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણીમાં આશાબેન પટેલ અને ગૌરાંગ પટેલના જૂથ વચ્ચે ખરાખરીનો જંગ છે. ઉલ્લેખનીય છે કે ખેડૂત વિભાગની 8 બેઠકો પર 16 અને વેપારી વિભાગની 4 બેઠકો પર 6 ઉમેદવારો મેદાનમાં છે. આજે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલું ચૂંટણી મતદાન સાંજે ૫ વાગે પૂરું થશે જેનું પરિણામ આવતી કાલે એટલે કે સોમવારે જાહેર થશે.

 

ઉલ્લેખનીય છે કે સમગ્ર એશિયાનું સૌથી મોટું આ માર્કેટયાર્ડ છે. એશિયાખંડના સૌથી મોટા અને આર્થિક રીતે સમૃદ્ધ ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા હાંસલ કરવા ભાજપના જ બે જૂથો એટલે કે પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલ અને ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ જૂથના દિનેશ પટેલ મેદાનમાં છે. બંને જૂથ પોતાનું વર્ચસ્વ દેખાડવાના મૂડમાં છે ત્યારે આ સહકારી ચૂંટણીનો જંગ ખુબ જ રસપ્રદ અને ઉત્તેજનાપૂર્ણ બની ગયો છે. ખેડૂત વિભાગમાં 16 ઉમેદવારો છે, જેમના માટે 313 મતદારો મતદાન કરશે. તો વેપારી વિભાગમાં 7 ઉમેદવારો છે, જેમના માટે કુલ 1631 મતદારો મતદાન કરશે.

માર્કેટયાર્ડની આ સત્તા હાંસલ કરવા બંને જૂથો એ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી નાખ્યા હતા. તમને જણાવી દઈએ કે ગૌરાંગ પટેલના જૂથે અંબાજીમાં કેમ્પ કર્યો હતો તો એની સામે દિનેશ પટેલ જૂથે બહુચરાજી અને શંખલપુરમાં કેમ્પ કર્યો છે. અહીંથી મતદારોને રવિવારે સવારે મતદાન શરૂ થાય તે પહેલાં જ સીધા ચૂંટણી સ્થળે લવાયા હતા.

 

સુત્રોથી મળતી માહિતી અનુસાર, ખરાખરીના અને પોતાની પ્રતિષ્ઠા જયારે દાવ પર છે ત્યારે ખરાખરીના ખેલ સમાન આ ચૂંટણીમાં એકપણ મત બગડે નહીં તે માટે એક જૂથ દ્વારા મતદારોને ખાસ ટ્રેનિંગ પણ અપાઇ હતી. જેમાં કેટલા મત આપવાના અને કેવી રીતે મતદાન કરવાનું છે તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
ખેડૂત વિભાગના 16 ઉમેદવારો

Back to top button