News

દિવસભર મોબાઈલ અને લેપટોપ વાપરો છો તો તમને થઇ શકે છે નોમોફોબિયા રોગ, જાણો વિગતે

રાજ્ય સહિત સમગ્ર દેશમાં લોકો વ્યસન તરફ વળતા થયા છે અને વ્યસન નો દર દિવસે દિવસે વધી રહ્યો છે લોકો જાણતા હોય છે કે આ વ્યસન શરીર માટે નુકસાન કારક હોય છે પરંતુ ટેકનોલોજીનું વ્યસન પણ શરીર માટે નુકસાન કારક છે.ભારતમાં ટેક્નોલોજીનાં વ્યસનનો દર દિવસે ને દિવસે વધી રહ્યો છે અને આ કારણે યુવાનો નોમોફોબિયા નામના રોગનો નો શિકાર બની રહ્યા છે. આશરે દર ત્રણમાંથી એક વ્યક્તિ એકસાથે એકથી વધુ ગેજેટ્સનો ઉપયોગ કરે છે અને દિવસનો 90% સમય આ ગેજેટ્સ સાથે પસાર કરે છે. આ વાત એડોબના એક અભ્યાસમાં સામે આવી છે.

એઓબ દ્રારા થયેલ એક અભ્યાસ અને સંશોધનનાં તારણોએ પણ સ્પષ્ટ એ સંકેત આપ્યો છે કે, 50% યુવાનો મોબાઇલ વાપરવાનો શરૂ કર્યા બાદ અચાનક જ કમ્પ્યૂટર પર કામ કરવાનું શરૂ કરી દે છે. ભારતમાં આ રીતે સ્ક્રીન સ્વિચ કરવી સામાન્ય વાત છે.મતલબ કે યુવાનો એકસાથે એક થી વધારે ઉપકરણો નો ઉપ્યો કરે છે.મોબાઇલ ફોનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ગરદનમાં દુખાવો, આંખો સૂકાઈ જવી, કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ અને અનિદ્રા જેવી બીમારીઓ થવાના ચાન્સ ખુબ જ વધી જાય છે.

20થી 30 વર્ષની ઉંમરના આશરે 60% યુવાનોને પોતાનો મોબાઇલ ખોવાઈ ગયાનો ભાસ થતો રહેતો હોય છે જેને વૈજ્ઞાનિક ભાષામાં નોમોફોબિયા કહેવાય છે.

આ નોમોફોબિયા અંગે એક્સપર્ટ ડોકટરો પણ પોતાના મંતવ્યો આપતા આવ્યા છે એવામાં હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (HCFI)ના અધ્યક્ષ પદ્મશ્રી ડો. કે.કે.અગ્રવાલે કહ્યું છે કે છે કે, ‘અમારા ફોન અને કમ્પ્યૂટર પર આવતાં નોટિફિકેશન,વાઈબ્રેશન અને અન્ય અલર્ટ આપણને સતત તેની પર નજર કરવા મજબૂર કરી દેતું હોય છે. આ સાથે આપણું મસ્તિષ્ક ફોન માટ અસામાન્ય રીતે સતત સક્રિય અને સતર્ક રહે છે. આપણે સતત મોબાઇલ પર વ્યસ્ત રહેવા માટેની નવી નવી પ્રવૃત્તિઓ શોધીએ છીએ અને તેના અભાવમાં બેચેન, ઉત્તેજિત અને એકલતા અનુભવીએ છીએ. ક્યારેક-ક્યારેક હાથમાં પકડેલા મોબાઇલ ફોનમાં સતત નીચું જોવાથી અથવા લેપટોપનો ઉપયોગ કરવાથી ગરદન બહાર કાઢીને બેસીએ છીએ, જેનાથી કરોડરજ્જુ પર ખુબ જ દબાણ આવે છે.દિવસભર મોબાઈલ અને લેપટોપ જેવા ઉપકરણો વાપરવાથી આપણી ગરદન,ખભા, કમર, કોણી, કાંડાં અને અંગુઠાંમાં લાંબા સમયનો દુખાવો ઘર કરી જાય છે. જેના કારણે શરીરને ખુબ જ ગંભીર નુકસાન થાય છે.

Back to top button