Gujarat

કેરળ,કર્નાટક અને મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી,જાણો વિગતે

ગુજરાત સહીત સમગ્ર દેશમાં ગરમીનો પારો ખુબ જ ઉંચો ગયો છે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.અને વરસાદનું આગમન થાય એની રાહ જોઈ રહ્યા છે.તો તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો લોકોએ વધારે ગરમી શન નહિ કરવી પડે થોડા સમયમાં ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.

અહી ઉલ્લેખનીય છે કે કેરળમાં ચોમાસાના આગમન પછી હવે કેરળ અને કર્ણાટકમાં પણ છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે.તમને જણાવી દઈએ કે આ સાથે મુંબઈમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. મુંબઈમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ત્રણ દિવસમાં મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્રના 6 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે.

ગુજરાતમાં પણ હવામાન વિભાગની આગાહી પછી BMCએ પોતાના તમામ અધિકારી અને કર્મચારીઓને અઠવાડિના અંત સુધી પોતાની ફરજ પર હાજર રહેવા માટે આદેશ આપી દીધા છે. આફતના સમયમાં લોકોની સુરક્ષા માટે નેવીના અધિકારીઓને પણ વર્લી, કોલાબા, મલાડ, ઘાટકોપર જેવા વિસ્તારોના રહેવાની સુચનાઓ આપી દેવામાં આવી છે.

અને એની બીજીબાજુ તમને જણાવી દઈએ તો અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થયા પછી ચોમાસું ધીમે-ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે.જેના કારણે તોફાની પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. આ વાવાઝોડાની સંભાવનાના કારણે પોરબંદર અને જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગે જણાવ્યું છે એના અનુસાર, અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમ છ કલાક જેટલા સમયમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ત્યારબાદના 24 કલાકમાં આ ડિપ્રેશન ડીપડિપ્રેશનમાં પરિવર્તિત થઈને વાવાઝોડાનું રૂપ ધારણ કરી લેશે અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જેના કારણે આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

મહત્વની વાત એ છે કે આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ખોરવાવાની પણ સંભાવનાઓ છે. જેના કારણે ગુજરાતમાં ચોમાસું થોડું લંબાઈ જશે. હાલ આ વાવાઝોડું પોરબંદરથી 930 કિલોમીટર દૂર છે.

Back to top button