News

સ્કુટી પર આવતા માતા અને દીકરાને બેફામ સ્પીડે આવતા ટ્રકે અડફેટે લેતા બંનેના ઘટના સ્થળે થયા મોત,જાણો વિગતે

વાહનોમાં વધુ સ્પીડ અને નશાની હાલતમાં વાહનો ચલાવતા સ્ટેરીંગ પર કાબુ ના રહેતા અકસ્માત વધુ થાય છે. એવામાં અકસ્માત માટે કુખ્યાત બનેલ ઉમવાડા ચોકડીએ બપોરના સ્કુટીપર  જઈ રહેલ માતા દીકરીને બેફામ સ્પીડે દોડી આવી રહેલ ટ્રકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને આ સર્જાયેલ અકસ્માતમાં ઘટના સ્થળે જ માં અને દીકરાના કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

સુત્રોથી મળતી માહિતી અનુસાર શહેરના નેશનલ હાઈવે પર માર્કેટીંગ યાર્ડ પાસે દ્વારકેશ પાર્ક સોસાયટીમાં રહેતા નીતાબેન દિવ્યેશભાઈ ગોંડલીયા કે જેમની ઉંમર 34 વર્ષ હતી તેમજ તેમના માતા રસીલાબેન ઈશ્વરદાસ હરીયાણી કે જેમની ઉંમર 64 વર્ષ હતી તમને જણાવી દઈએ કે રહેવાસી પારડી તાલુકો લોધીકા ના છે અને બપોરના 1:00 વાગ્યે ઉમવાડા ચોકડી પાસે સ્કુટી પર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે બેફામ સ્પીડે સામેથી દોડી આવી રહેલ ટ્રકકે જેનો નંબર જીજે 03 એ ઝેડ 1000 છે અને તેના ચાલકે અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં માતા દિકરી ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા ઘટનાના પગલે પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

અહી ઉલ્લેખનીય છે કે હડમતાળા જીઆઇડીસીની કોસ્મો ટેક્નોકાસ્ટ ફેક્ટરીમાં નોકરી કરતા નીતાબેનના પતી દિવ્યેશભાઈ ને આ ગમખ્વાર અકસ્માત ની જાણ થતા તેઓ સરકારી દવાખાને દોડી આવ્યા હતા અને જણાવ્યું હતું કે તેમના સાસુમાં એટલે રસીલાબેન ગઈરાત્રીના જ ગોંડલ આવ્યા હતા. આગામી બુધવારે તેમના નવા ઘર નું વાસ્તુ હોવાથી માતા દીકરી શહેરમાંથી ખરીદી કરી પરત ઘર તરફ જઈ રહ્યા હતા અને અકસ્માતની ઘટના બની હતી તેઓને સંતાનમાં એક નવ વર્ષનો પુત્ર છે, અકાળે પુત્રે માતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમગ્ન બન્યો હતો,તમને જણાવી દઈએ કે નીતાબેન આદર્શ ગૃહિણીની સાથોસાથ ટિફિન કેટરિંગનો પણ વ્યવસાય કરતા હતા અને પોતાના ઘરનું ગુજરાન ચલાવવામાં પતિનો સાથ આપતા હતા.

Back to top button