News

અમિતાભ બચ્ચનનુ ટ્વીટર એકાઉન્ટ થયું હેક,અને લખાયુ લવ યુ પાકિસ્તાન.

ટ્વીટર એકાઉન્ટ હેક થવાના ઘણા કિસ્સા ભૂતકાળમાં સામે આવી ગયા છે એવામાં બોલીવુડ ના નામચીન અભિનેતા અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યા પછી તસવીર અને બાયોડેટા સાથે છેડછાડ કરવામાં આવી છે અને આ ઉપરાંત આ એકાઉન્ટ પરથી ભારતવિરોધી ટ્વિટ પોસ્ટ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે એટલે કે સોમવારે મોડી રાત્રે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાનું માલુમ પડતાં ભારે ચકચાર મચી ગઈ છે.વધુમાં આ એકાઉન્ટ પરથી લાવ યુ પાકિસ્તાન લખેલું જોવા મળ્યું છે અને આના પરથી અંદાજ લગાવી શકાય કે આ હેકર પાકિસ્તાન સમર્થક છે. તમને જણાવી દઈએ કે ટ્વિટર એકાઉન્ટ પર બચ્ચનના ફોટોની જગ્યાએ પાક. વડાપ્રધાન ઈમરાનખાનનો ફોટો લગાડીને ભારતવિરોધી ટ્વિટ પોસ્ટ કરવામાં આવ્યું છે.

આ એકાઉન્ટ થી ભારતમાં રમજાનના પવિત્ર મહિનામાં રોઝા રાખી રહેલાં મુસ્લિમો પર નિર્દયી હુમલાઓ થાય છે એવી મનઘડંત ઉશ્કેરણી ટ્વિટમાં કરવાનો નિંદનીય પ્રયાસ થયો છે.તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના વિશે બચ્ચનની સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી મળી નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ શાહિદ કપૂર સહિત કેટલીક ફિલ્મી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેક થયેલા છે.

Back to top button