CrimeGujarat

ગુજરાતમાં ગુંડારાજ, દુશ્મન સમજી નિર્દોષ યુવાનની કરી નાખી હત્યા.

રાજ્ય સહિત સમગ્ર દેશમાં હત્યા ના બનાવો સામે આવી રહ્યા છે પરંતુ એમાં કઈક ને કઈક બદલા ની ભાવના સાથે હત્યા થતી હોય છે પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં વગર કારણે નિર્દોષ યુવાનને દુશ્મન સમજી તેની હત્યા કરવામાં આવી છે.અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડી રહ્યા છે. અહી ઉલ્લેખનીય છે કે મેઘરજ તાલુકાના ધરોલા ગામના બે યુવકો નવા-પાણીબાર ગામે પોતાના મિત્રના વરઘોડામાં જઈ પરત બાઈક પર ફરતા વરઘોડામાં બે જૂથ વચ્ચે થયેલ બબાલમાં એક જૂથના યુવકો રસ્તામાં ઉભા હતા. બાઈક પર પરત ફરતા યુવકો સામેના જૂથના હોવાનું સમજી લોખંડની એંગલ ગળાના ભાગે ઝીંકી દેતા નિર્દોષ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતા ચકચાર મચી હતી. હત્યાની ઘટનાના પગલે ઇસરી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. હત્યાને અંજામ આપી આરોપીઓ ફરાર થઇ ગયા છે. આ ફરાર ૮ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

તમને જણાવી દઈએ કે મેઘરજ તાલુકાના ધરોલા ગામના નૈનેશભાઈ રણછોડભાઈ ગામેતી અને સૌમિત અમૃતભાઈ ગામેતી બાઈક લઈ નવા-પાણીબાર ગામે પોતાના મિત્રના વરઘોડામાં જઈ પરત ફરી રહ્યા હતા વરઘોડો ગામમાં આવેલા મંદિરે પહોંચતા બે યુવકોના જૂથ વચ્ચે અગમ્ય કારણોસર બબાલ થતા લોકોએ બંને જૂથને છુટા પાડ્યા હતા. જેમાંથી નવા-પાણીબાર ગામના દેવેન્દ્ર કાંતિભાઈ ગામેતી તેના બે સાળા સહીત ૮ યુવકો નવા-પાણીબાર ગામના રોડ પર ઝગડાની અદાવતમાં બદલો લેવા માટે ઉભા હતા. નૈનેશ અને સૌમિત બાઈક પર પરત ફરતા હતા ત્યારે રોડ પર ઉભેલા ટોળાએ બંને યુવકો પર હુમલો કરી ટોળામાં રહેલા એક શખ્શે સૌમીતના ગાળાના ભાગે લોંખડની એંગલ ફટકારતા સૌમિત ગંભીર ઈજાગ્રસ્ત થતા હુમલાથી ગભરાયેલો નૈનેશ નામનો યુવક સૌમિતને બાઈક પર બેસાડી જીવ બચાવી ધરોલા પહોંચતા સૌમીતે બોલવાનું બંધ કરી દીધું હતું. પરિવારજનો ગંભીર ઈજાગ્રસ્ત યુવકને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં પહોંચતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. જેને પગલે પરિવારજનોએ રોક્ળાર કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.આ આદિવાસી યુવકની હત્યાને પગલે મોડાસામાં લોકોના ટોળેટોળા દવાખાને ઉમટી પડ્યા હતા.

ધરોલા ગામના યુવકની હત્યા થતા ઇસરી પોલીસે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી.ધરોલા અને નવા-પાણીબાર ગામે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના પગલાં ભરી મૃતક યુવકની લાશને પીએમ માટે મોકલી આપી ઇસરી પોલીસે નૈનેશભાઈ રણછોડભાઈ ગામેતી ની ફરિયાદના આધારે દેવેન્દ્ર કાંતિભાઈ ગામેતી  અને તેના બે સાળા તથા અન્ય શખ્શો વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૨,૧૧૪ અને જીપીએકટ-૧૩૫ મુજબ ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.આ સમગ્ર ઘટના અંગે ગુનેગારોને પકડીને એમને સજા આપવાની સાંત્વના પોલીસે બતાવી હતી.

Back to top button