Ajab GajabNews

જસપ્રીત બુમરાહ આ ખુબસુરત એકટ્રેસને કરી રહ્યો છે ડેટ ? જુઓ એના ફોટો

ક્રીક્ર્ત જગત અને સિનેમા જગતના સિતારાઓ એકબીજા સાથે પ્રેમમાં પડી પોતાના જીવનસાથી તરીકે પસંદ કરતા હોય છે એવા ઘણા કિસ્સા છે જેનું લિસ્ટ ખૂબ જ લાંબું છે. તમને જણાવી દઈએ કે એ લીસ્ટમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે.ભારતનો જાણીતો ફાસ્ટ બોલર જસપ્રીત બુમ્રાહ આમતો ભલભલા ખેલાડીને મેચમાંથી આઉટ કરી દે છે પરંતુ પ્રેમની પીચ પર જસપ્રીત બુમ્રાહ ક્લીન બોલ્ડ થયા છે.જી હા બુમ્રહને ક્લીન બોલ્ડ કરનાર યુવતી તરીકે સાઉથ ની એક્ટ્રેસ નું નામ સામે આવી રહ્યું છે.આ એક્ટ્રેસનું નામ અનુપમા પરમેસવરન છે.

મળતી માહિતી અનુસાર જસપ્રીત બુમરાહ અને અનુપમા પરમેસવરન બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેના સંબંધોના સમાચાર ત્યારથી ચર્ચામાં આવ્યા, જ્યારથી જસપ્રીત બુમરાહે અનુપમા પરમેસવરનને ટ્વિટર પર ફોલો કરવાનું શરૂ કર્યું.અને એમાં પણ ખાસ વાત એ છે કે જસપ્રીતે હજુ સુધી એકપણ બોલિવુડ એક્ટ્રેસને ફોલો કરતો નહોતો.

અનુપમા પરમેસવરને 2015 માં મલયાલમ ફિલ્મ પ્રેમમથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 2016માં તેલુગૂ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું, હાલ તે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે Dulquer Salmaanના પ્રોડક્શનમાં કામ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે આમ તો જસપ્રીત બુમરાહનું નામ પહેલીવાર કોઈ એક્ટ્રેસ સાથે નથી જોડાયું. આ અગાઉ ક્રિકેટર રાશિ ખન્ના સાથે રિલેશનમાં હોવાના પણ સમાચાર આવ્યા હતા. જોકે, આ અંગે એક્ટ્રેસે કહ્યું હતું કે, હું માત્ર એટલું જ જાણું છું કે, બુમરાહ એક સારો પ્લેયર છે. તેના કરતા વધારે હું તેને નથી ઓળખતી.

Back to top button