AhmedabadGujarat

અમદાવાદ: કેન્સર સ્પેશિયાલિસ્ટ મહિલા ડોક્ટરે કૉમ્પ્લેક્સના ચોથા માળેથી કુદીને આપઘાત કર્યો, 4 દિવસ પહેલા જ કામવાળીએ જીવ બચાવ્યો હતો

ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનાં જાણીતા કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોકટર મીતાબહેન માંકડે આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે.મીતાબહેને અદ્વેત બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પડતું મૂકી દીધું હતું. આપને જણાવી દઈએ કે મીતાબેન 4 દિવસ પહેલાં પણ આ જ બિલ્ડિંગમાં આત્મહત્યા કરવા પહોંચી ગયા હતા. એક કામવાળી બહેને તેમને રોકી લીધા હતા પણ સોમવારે ફરી તે જ બિલ્ડીંગ પરથી મોતની છલાંગ લગાવી દીધી હતી.

વસ્ત્રાપુરમાં વૈભવી સુમેર બંગલોઝમાં ડોક્ટર મીતાબહેન તેમના પતિ ડોકટર હેમંત માંકડ, પૂત્ર ભાવ અને પૂત્રવધૂ સાથે રહેતાં હતાં. મીતાબહેન કેન્સર સ્પેશિયાલિસ્ટ હતાં જ્યારે હેમંતભાઈ કાર્ડિયોલોજિસ્ટ અને ફિઝિશિયન છે.  મીતાબહેને સોમવારે બપોરે 3.45 વાગ્યે બોડકદેવ રોડ ઉપર આવેલા અદ્વૈત બિલ્ડિંગના ચોથા માળેથી પડતું મૂકી દીધું હતું. માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમને સારવાર માટે  હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં. પરંતુ ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. આપઘાતની ઘટનાની જાત થતા જ વસ્ત્રાપુર પોલીસ આવી પહોંચી હતી અને આત્મહત્યા અંગે ગુનો નોંધી મીતાબહેનનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

મીતાબહેને કયા કારણથી આત્મહત્યા કરી તે હજુ જાણી શકાયુ નથી. ડોકટર મીતાબહેન માંકડે 15 દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલમાં પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું તબીબી વર્તુળોમાંથી જાણવા મળ્યું હતુ. જો કે ત્યારે પણ હોસ્પિટલ સ્ટાફે તેમને બચાવી લીધાં હતાં. મળતી વિગતો મુજબ મીતાબેન માંકડના પુત્રએ હાલમાં જ પત્ની સાથે છૂટાછેડાં લઇ લીધાં હતાં.મીતાબહેને ખરેખર કયા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી તે જાણવા માટે પોલીસે એફએસએલની ટીમ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતુ. તપાસમાં બિલ્ડીંગના ચોથા માળેથી પડતુ મુકયુ હોવાનું જાણવા મળ્યું હતું. આપઘાતનું સાચું કારણ જાણવા માટે પોલીસ પરિવારજનોની પુછપરછ કરી શકે છે.

Back to top button