Gujarat

સુરત તક્ષશિલા આર્કેડ ભીષણ આગમાં બાળકોને બચાવનાર આ બહાદુર યુવાનનુ રાજ્યપાલે કર્યું સન્માન

હમણાં હમણાં સુરતમાં બનેલી દુખદ ઘટના કે જેમાં ૧૮ જેટલા બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેના પગલે સમગ્ર રાજ્ય માં દુખની લાગણી જોવા મળી હતી.આ ઘટના સમયે લોકો બનતી તમામ મદદ કરી રહ્યા હતા એવામાં એક યુવાન કે જે પોતાનો જીવ જોખમ માં મૂકી બાળકોને બચાવવાનો પ્રયત્ન કરતો હતો.જેનું ગાંધીનગર રાજભવન ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.તમને જણાવી દઈએ કે આ યુવાનનું નામ કેતન ચોરવાડીયા છે.

ઉલ્લેખનીય છે કે ફાયર બ્રિગ્રેડ પણ જે કામગીરી કરવામાં ઊણું ઉતરતા કેતન ચોરવાડીયાએ સમયસૂચકતા દાખવીને બાળકોને બચાવ્યા હતા.કેતનની બહાદુરી ની ચર્ચા ચારેય બાજુ થતા કેતન ચોરવાડિયાની બહાદૂરીભરી કામગીરીના અહેવાલ મિડીયામાં પ્રસિધ્ધ થતા રાજયપાલ ઓ.પી.કોહલી પણ તેનાથી વાકેફ થયા હતા. આથી તેમણે કેતન ચોરવાડિયાને મળવાની ઇચ્છા વ્યકત કરી હતી. જેના પરિણામે કેતન ચોરવાડિયાને રાજભવન ખાતે બોલાવીને તેમનું સન્માન કર્યુ હતું.

આ સમગ્ર દુર્ઘટના સમયે કેતન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. નજીકમાં જ ઘર હતું છતાં તે કંઈ બીજુ વિચારવાની જગ્યાએ તક્ષશિલામાં ઉપર ચડી ગયો હતો. સાઈડમાંથી વિદ્યાર્થીઓને ઉતારી રહ્યો હતો. જેમાં તેને પોતાને પણ આગના કારણે ઈજા પહોંચી હતી. કેતનની જેમ ઘણા લોકોએ હિંમત દાખવીને આગમાં ફસાયેલા માસૂમોને બહાર કાઢવા હિંમત અને શોર્યના દર્શન કરાવ્યાં હતાં.

Back to top button