Gujarat

અલ્પેશ કથીરિયા જેલની બહાર હોત તો સરથાણા અગ્નિકાંડ માં ન્યાય મળી ગયો હોત,દક્ષ નામના બાળકનો વિડીયો થયો વાયરલ

પાટીદાર અનામત આંદોલન થી જાણીતા થયેલા હાર્દિક પટેલના સાથી અને સુરત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા છેલ્લા કેટલાય સમય થી જેલમાં સજા ભોગવી રહ્યો છે.ગબ્બર તરીકે જાણીતા સુરતના અલ્પેશ કથીરિયા ને જલ્દી જામીન મળી જાય અને જેલમુક્ત થાય એવું એના સમર્થકો બહુ સમય થી ઈચ્છી રહ્યા છે પરંતુ કોર્ટમાં એક પણ સુનાવણી માં એને જામીન મળ્યા નથી.ગઈ કાલે પણ અલ્પેશ ની જામીન અરજીની સુનાવણી હતી પરંતુ કોર્ટના જજ ગેર હાજર હોવાથી વધુ સુનાવણી ૨૪ તારીખે હાથ ધરાશે.

હમણાં હમણાં દક્ષ નામના એક બાળકનો વિડીયો ફેસબુકમાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એ અલ્પેશ કથીરીયા વિષે વાત કરતો નજરે પડી રહ્યો છે.આ વિડીયો માં મહત્વની વાત એ છે કે આ બાળક હિન્દી ભાષામાં વાત કરી રહ્યો છે.જેમાં એ કહી રહ્યો છે કે “દોસ્તો આજે હું તમને મારા મન ની વાત કરવા જી રહ્યો છું,અલ્પેશ પ્રેમી એ બાળક કહી રહ્યો છે કે હું અલ્પેશ કથીરિયા ને જેલ ની બહાર જોવા માંગું છુ.એ કહે છે કે હું મારા શેર ને બંદ પાંજરા માં નથી જોઈ શકતો એ સિંહ છે અને સિંહ ક્યારેય પાંજરામાં ના હોય” એવું એ બાળક પોતાના વિડીયોમાં કહેતો નજરે પડે છે.

આ બાળક પોતાના વિડીયોમાં કહી રહ્યો છે કે અત્યારે જો અલ્પેશ કથીરિયા બહાર હોત તો સુરત સરથાણા અગ્નિકાંડ માં ન્યાય મળી ગયો હોત.આ નાનકડા બાળકે તંત્ર પર આકળા પ્રહાર કરતા કહ્યું છે કે અલ્પેશ કથીરિયા આજે બહાર હોત તો તંત્ર લાઈન માં ઉભું હોત.

વધુમાં આ અલ્પેશ પ્રેમી બાળક કહી ર્યું છે કે જેમ મુંબઈમાં બાળાસાહેબ ઠાકરે હતા એમ ગુજરાતમાં એ અલ્પેશ કથીરિયાને જોવા માંગે છે.આ બાળકની ઈચ્છા લાજપોર જેલમાં અલ્પેશ કથીરિયાને મળવાની છે એવું તે વિડીયોમાં કહી રહ્યો છે.

Back to top button