GujaratNews

વાવાઝોડાના ખતરામાં લોકોની મદદ કરી શકે એટલા માટે પોતાની યાત્રા રદ કરી આ રીતે ફરજ પર હાજર થયા આ કલેકટર.

ગુજરાત સહીત દેશભરમાં પડી રહેલ ગરમીથી લોકો પરેશાન છે અને ચાતક નજર થી વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે હવામાન વિભાગની આગાહીએ લોકો ને રાહતના સમાચાર જરૂર આપ્યા છે કે વરસાદ આવશે પણ સાથે સાથે વાવાઝોડા ની ચેતવણી આપી સતર્ક રહેવા પણ સૂચનાઓ આપી દીધી છે.ગુજરાત પર હાલ વાયુ વાવાઝોડાનું સંકટ છે એને લઈને તમામ સરકારી તંત્ર એલર્ટૅ કરાયું છે. લોકો અને જાનમાલને નુકશાન ન થાય તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત અધિકારીઓ પોતાની ફરજના સ્થળે અત્યારથી જ હાજર થઇ ગયા છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે  અમદાવાદ એરપોર્ટની લોનમાં એક અધિકારી પોતાના સામાન સાથે પોરબંદરમાં ફરજ બજાવવા જવા માટે તૈયાર હતા અને તે પણ રજાઓ રદ કરી અડધે રસ્તેથી પરત ફર્યા હતા અને માત્ર બે-ચાર કલાકની ઉંઘ લઇ દિવસો સુધી કામગીરી કરવા માટે પોતાને તૈયાર કરી રહ્યા હતા.તેમનું નામ  વિવેક ટાંક છે અને હાલ તેઓ પોરબંદરના મામલતદાર છે.

અહી ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ પોરબંદરના પાતા ગામમાં ડિઝાસ્ટરની ઘટના સમયે લોકોને સુરક્ષિત રાખવા માટે સરકારી જમીન પર સાયક્લોન સેન્ટર બનાવવાની કામગીરી દરમિયાન ગામ લોકોએ વિરોધ કરતા પોરબંદરના મામલતદાર વિવેક ટાંક ગામમાં દોડી ગયા હતા અને લોકોને સમજાવ્યા હતા. જો કે ઉશ્કેરાયેલા ટોળાએ વિવેક ટાંક પર હુમલો કરી દીધો હતો અને તેમનો સહેજમાં બચાવ થયો હતો. આ ઘટનાને માંડ ત્રણ દિવસ વીત્યા છે ત્યાં અગાઉથી જ રજા મંજૂર થઈ હોવાથી પરિવાર પ્રત્યે ફરજ નિભાવવા રવિવારે પોરબંદરથી રાતભર મુસાફરી કરી તેઓ અમદાવાદ આવ્યા હતા. ત્યાંથી સવારે 10 વાગ્યે ટ્રેનમાં હરિદ્વાર જવા નિકળ્યા હતા. પરંતુ રાત્રે 11 વાગ્યાની આસપાસ ફોન આવ્યો કે પોરબંદર પર વાવાઝોડાનો ખતરો છે તાત્કાલિક ફરજ પર હાજર થવું. આ સૂચનાના કારણે તેઓ જયપુર સ્ટેશન ઉતરી ગયા અને પાછા ફરવા મધરાતે 2-3 કલાક સામાન સાથે બસ પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ. કોઈ બસ મળતી ન હતી. આખરે સવારે અમદાવાદ જતી પહેલી બસ 8-9 વાગે પકડી તેઓ ગત રાત્રે 1 વાગે અમદાવાદ પહોંચ્યા છે. હવે પોરબંદર પહોંચવાનો સૌથી ઝડપી રસ્તો ફ્લાઇટ હતો. જેથી એરપોર્ટ પર 2 વાગ્યે પહોચ્યા,  ફ્લાઈટનો સમય સવારે 6: 40નો હતો. ચેક ઈન કરવામાં 3 કલાક જેટલા સમયની વાર હોવાથી પરિવારના આગ્રહના કારણે 3-4 દિવસનો થાકેલા અને ઈજાગ્રસ્ત આ યુવાન મામલતદાર વિવેક ટાંક એરપોર્ટની લોનમાં જ 2-3 કલાક માટે ઉંઘી ગયા હતા. જેથી તેઓ ફરજ પર હાજર થતાં ની સાથે વાવાઝોડાની અસરગ્રસ્ત લોકોની મદદ માટે દોડી શકે.

પોરબંદરના મામલતદાર વિવેક ટાંક જેવા હજારોની સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ ગુજરાતમાં આવેલ રહેલ વાવાઝોડાના સમયે લોકોના જાનમાલાનને થતાં નુકશાનથી બચાવવા મેદાનમાં આવી ગયા છે.જોકે વાવાઝોડાની હવામન વિભાગની આગાહી ને લઈને સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે કોઈ પણ જાતની કોઈને પણ તકલીફ નાં થાય એ માટે સતત લોકોના સંપર્કમાં રહી લોકોને અવગત કરવા પ્રયત્નો કરી રહ્યા છે.લોકોએ પણ પોતાની ફરજ અને જવાબદારી સમજી આવનારી તમામ મુક્શ્કેલીઓ માટે સતર્ક રહેવું અને જરૂરિયાતમંદ ને મદદ કરવી.

Back to top button